SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ઊંડા અભ્યાસી. “આનંદઘન : એક અધ્યયન' એ વિષય પર મહાનિબંધ લખ્યો અને તેના પર પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી. ગુજરાતીના એક નિષ્ણાત પ્રાધ્યાપકની સાથે સાથે તેઓ જૈન ધર્મચિંતન, પ્રસંગચિત્રો, વ્યક્તિચિત્રો વગેરે વિષયો પર ગુજરાત સમાચાર'ની ઈટ અને ઇમારત', 'ઝાકળ બન્યું મોતી', પારિજાતનો પરિસંવાદની કૉલમોમાં નિયમિત રીતે લખે છે. સાથે સાથે ગુજરાતનાં સામયિકોમાં પણ તેમના લેખો પ્રકાશિત થાય છે. તેમના વિષયો ગંભીર પણ સમાજોપયોગી છે. તેમની શૈલી સાદી અને સરળ છે. તેથી તેમની કૉલમોનાં લખાણો ગુજરાતી વાચકોને અતિ પ્રિય થઈ પડ્યાં છે. આ જાણીતી કૉલમોમાં તેમનો અભ્યાસ, તેમનું ચિંતન, તેમની વિચારસરણી પ્રકટ થાય છે, જે સુજ્ઞ વાચકો માટે પ્રેરણાદાયી બની જવા પામ્યાં છે. તેમનાં લખાણો અને તેમનાં મનનીય પ્રવચનો વિદ્વત્તામાં અગ્ર કોટિનાં તેમજ શિક્ષિતોમાં લોકપ્રિય રહ્યાં છે. ભારતીય સંસ્કૃતિ અને જૈન ધર્મદર્શનના મરમી હોવાને કારણે તેમનાં લખાણો અને પ્રવચનોમાં ઉચ્ચતાની છાંટ જોવા મળે છે. ભારતીય સંસ્કૃતિ અને જૈનદર્શનના ઊંડા અભ્યાસી હોવા છતાં તેઓ જ્ઞાનનો ભાર લઈને દેશ-પરદેશમાં વિહરતા નથી. તેમણે ગુજરાતમાં તેમજ દેશવિદેશમાં જેનદર્શન અંગે પુષ્કળ પ્રવચનો આપ્યાં છે. પર્યુષણ નિમિત્તે દેશમાં તેમજ પરદેશમાં અનેક સ્થળોએથી જૈન ધર્મ વિશે પ્રવચનો અને પ્રવચનશ્રેણીઓ આપવા માટે તેમને અનેક આમંત્રણો મળ્યાં છે. એ રીતે જૈનદર્શનના એક ઊંડા અભ્યાસી અને મરમી તરીકે તેઓ દેશવિદેશમાં ખ્યાતિ પામ્યા છે. આજે પણ આવાં આમંત્રણો તેમને મળ્યાં કરે છે. ઠેઠ ૧૯૮૪થી તેમને પરદેશમાં જૈન ધર્મ અને જૈનદર્શન વિશે વ્યાખ્યાનો આપવા માટે ઇંગ્લેન્ડ, અમેરિકા, પૂર્વ આફ્રિકા, કેનેડા, સિંગાપોર, બેલ્જિયમ, હોંગકોંગ, મલેશિયા, ઇન્ડોનેશિયામાં આવવા માટે આમંત્રણો મળે છે. ત્યાં તેઓ તે અંગેના પરિસંવાદોમાં પણ ભાગ લે છે, આ હકીકત તેમને માટે તેમજ દેશને માટે ગૌરવ અપાવે તેવી છે. જૈન ધર્મ અને ચિંતન ડો. કુમારપાળ દેસાઈના વિશેષ રુચિનાં ક્ષેત્રો છે. તેમના પિતાશ્રી જયભિખ્ખના સંસ્કારે તેમનામાં ધર્મ અને ચિંતનનું સિંચન કર્યું છે. ભારતીય સંસ્કૃતિ, જૈન ધર્મ અને જૈનદર્શન ઉપરના એમનાં અંગ્રેજી, હિન્દી અને ગુજરાતનાં પ્રવચનોએ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ગુજરાતને ગૌરવ બક્યું છે. સાહિત્યકાર અને જૈન ધર્મદર્શનના મરમી એવી બે વિશિષ્ટતાઓ એક જ વ્યક્તિમાં હોવી એ એક વિરલ ઘટના છે. જેનદર્શનને લગતાં તેમનાં વ્યાખ્યાનોની પ્રશસ્તિ રૂપે ઇંગ્લેન્ડમાં તેમને હેમચંદ્રાચાર્ય એવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. એ રીતે દેશમાં તેમજ પરદેશમાં જેન ધર્મ તેમજ જૈન ધર્મદર્શનની તરી આવતી વિશિષ્ટતાઓ, પ્રવચનોમાં તેમજ લખાણોમાં દર્શાવી જેને ધર્મનો આગવી રીતે, તેમણે પ્રચાર-પ્રસાર કર્યો હતો. જેને ધર્મ પ્રત્યે એક જૈન તરીકે પ્રીતિ અને 142 મરમી સાહિત્યકાર
SR No.032363
Book TitleShabda Ane Shrut
Original Sutra AuthorN/A
AuthorPravin Darji, Balwant Jani
PublisherVidyavikas Trust
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy