________________
માન હોવા છતાં તેમનું મન અને તેમની વિચારસૃષ્ટિ સંકુચિત નથી. સમગ્ર રીતે તેઓ ભારતીય સંસ્કૃતિના વાહક બન્યા છે.
જેન સાહિત્ય, સંશોધન અને જેનદર્શન અંગે મૂલ્યવાન અને મહત્ત્વનું કાર્ય કરવા બદલ ૧૯૯૦માં કેનેડાના ટોરેન્ટો શહેરમાં આયોજિત દ્વિવાર્ષિક અધિવેશનમાં તેમને પ્રેસિડેન્ટ સ્પેશિયલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. અનેક એવોર્ડો, પારિતોષિકો અને સન્માનપત્રથી લદાયેલા ડૉ. કુમારપાળ દેસાઈ સેવાભાવને વીસર્યા નથી. ૨૦૦૧ની ૨૬મી જાન્યુઆરીએ ગુજરાતમાં થયેલ ભીષણ ધરકતીકંપ વખતે ભૂકંપ-પીડિતો માટે ભારે જહેમત ઉઠાવી પંદર લાખ રૂપિયા જેટલી રકમ પરદેશમાંથી મેળવી હતી. આમ, કુમારપાળના કાર્યક્ષેત્રનો વ્યાપ વિશાળ અને વૈવિધ્યસભર છે.
અહિંસા અને શાકાહાર અંગે તેમણે પ્રવચનો કર્યા છે અને તે વિષય પર લેખો તેમજ પુસ્તકો પણ પ્રકટ કર્યા છે. જૈન ધર્મદર્શન અંગે તેમણે વિપુલ પ્રમાણમાં લખ્યું છે. એ બધાંનો વિગતવાર અહેવાલ આ નાનકડા લેખમાં આપવો મુશ્કેલ છે. તેમનું જૈન ધર્મદર્શન ઉપર અંગ્રેજી, ગુજરાતી તેમજ હિન્દીમાં પુષ્કળ સાહિત્ય પ્રકટ થયું છે.
કિં બહુના ? ડૉ. કુમારપાળ દેસાઈને તેમની આ બધી વિરલ કામગીરીને લક્ષમાં રાખીને ભારત સરકારે પદ્મશ્રી એવોર્ડ એનાયત કર્યો છે તે બધી જ રીતે ઉચિત છે.
143
મુનિશ્રી ભાનુવિજયજી