SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ મઘુર અમીટ છાપ રસારસરિતામાં ઘૂમતી જીવનનૈયાઓ અનેક ઘાટ પસાર કરતી, ક્યારેક મળતી, ક્યાંક છૂટી પડી, વળી મળતી રહે છે. તેવા મધુર સંયોગો સાથે ઘટમાળ ગૂંથાતી રહે છે. આનંદ અને ગૌરવની હેલી અનુભવતાં આપણે આ સફરે જ્યારે કો'ક મુકામ ઉપરથી અતીતમાં ડોકિયું કરીને નિહાળવા ઇચ્છીએ ત્યારે વળી પાછા હિલોળા માણવા મળે. એવા આનંદ અને ગૌરવનો અનુભવ અખબારના પાને પ્રસિદ્ધ થયેલી, વર્ષ ૨00૪ના જાન્યુઆરી માસની, પદ્મશ્રી પ્રાપ્ત કરનાર વ્યક્તિવિશેષની એક યાદીમાં શ્રી કુમારપાળ દેસાઈનું નામ વાંચીને થયું. તે સાથે જ નજર પાછું વાળીને ૪૪-૪૫ વર્ષના ગાળે, ૧૯૫૯૬૦ના અરસામાં જઈને ઊભી રહી. મારા જીવનની કિશોરવયનો એ સમય. સાહિત્ય અને ભાષાનો આછો આછો રંગ ચઢતો રહે તેવું વાતાવરણ. કુટુંબ અને શાળાના સંસ્કાર પણ એવા કે સમાજની દૃષ્ટિને ખીલવતી, પોષતી વ્યક્તિ અને કલમને ઓળખવાનું કુતૂહલ જગાવે. એટલું જ નહિ, એવી વ્યક્તિ જો પ્રત્યક્ષ મળે તો અહોભાવ અનુભવવાનું ચુકાય નહિ એવી ભાવના પણ પોષે. આવા ઊભરતા કાળમાં, અમારા ઘરની સામે, પૂ. ધીરુભાઈ ઠાકરના ઘરે શ્રી બાલાભાઈ દેસાઈની નિયમિત અવરજવર રહેતી. ગુજરાત સમાચારની “ઈંટ અને ઇમારત' કટારના ઘડવૈયા રૂપે, જયભિખ્ખના ઉપનામથી કંડારાતી એ કલમકસબની હું વાચક, ધીરે ધીરે ચાહક બનતી માશા ઉપેન્દ્ર રાવલ 343
SR No.032363
Book TitleShabda Ane Shrut
Original Sutra AuthorN/A
AuthorPravin Darji, Balwant Jani
PublisherVidyavikas Trust
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy