SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મઠ અને જૈનદર્શનના અભ્યાસી કુમારપાળ સાહિત્ય, સંસ્કૃતિ, શિક્ષણની સંખ્યાબંધ સંસ્થાઓમાં સક્રિયપણે સંકળાયેલા છે અને કાર્યશીલ છે. એમના જીવનનાં નાનાંમોટાં દરેક કાર્યમાં માનવતાની મહેક, તરુણનો તરવરાટ, સામાજિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક ઉત્થાનાર્થેના નવીન પ્રકલ્પોની અધ્યાપકીય સજ્જતા અને તત્પરતા, સમાજના નાનામાં નાના માણસ માટે પણ અપાર પ્રેમ અને ઉષ્માસભર હેત, દયાર્દ્ર અને સાર્થ સરળ જીવનશૈલી – પ્રાધ્યાપક કુમારપાળ દેસાઈનાં નરવાં-ગરવાં પાસાં છે. વરતિ વરતો મજ: એ ન્યાયે કુમારપાળનાં કલમ અને ચરણ સદાય ગતિશીલ છે. ૧૦૪ જેટલાં સર્જનો, લગભગ દોઢ ડઝન જેટલાં સંપાદનો, વિવેચન, સંશોધન, બાલસાહિત્ય, પત્રકારત્વ, વાર્તાસંગ્રહ, અનુવાદ વગેરે અનેકદેશીય સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં એમની પ્રતિભા રમમાણ છે. એમણે જેનિઝમ અને જૈન ધર્મ-તત્ત્વના સારભૂત અંશોનો પ્રચાર અને પ્રસાર કેનિયા, મોમ્બાસા, થીકા, બ્રિટન, અમેરિકા, હોંગકોંગ, વેટિકન, એન્ટવર્પ – વગેરેનાં પ્રવાસ-પ્રવચનો કરીને; જનતત્ત્વજ્ઞાનની સાર્થ અને સારગર્ભ વિચારધારાનો ધ્વજ એમણે વિશ્વમાં લહેરાવ્યો છે. કર્મઠ વ્યક્તિત્વ એમને જંપવા દેતું નથી. એમનો માંહ્યલો સતત સળવળતો રહે છે એટલે તો ૨૮ ભિન્નક્ષેત્રીય સંસ્થાઓ સાથે વણાયેલા રહી; સ્વભાવના તાણાવાણામાંથી અનેરું પોત પ્રકટાવે છે. નાનામોટા ચંદ્રકો, એવોર્ડોની સંખ્યા ૩૩ છે. ૨૬ જાન્યુઆરી ૨૦૦૪ના પર્વ નિમિત્તે ભારત સરકારે પદ્મશ્રી એવોર્ડ એનાયત કર્યો એ દ્વારા એમની વિભિન્ન ક્ષેત્રીય પ્રતિભાને અભિનંદી છે. મારા મતે તો હજુયે ઊંચેરાં – અનેરાં નિશાન એમને તાકવાનાં છે, નગમતિ And miles to go before I sleep. અનેક દીપ્તિઓથી દીપતી આ કુમારપાળીય પ્રકાશ હજી વધુ તેજોમય બને, એ દ્વારા દેશ અને દુનિયા વધુ પ્રોજ્જવલ કરે, એમની સર્જક ચેતના નિત્ય નૂતન ઉન્મેષ સભર ઊંચેરાં શિખરો સર કરે, એ જ મા મયૂરવાહિનીને અભ્યર્થના ! “ચૈતન્યસિંધુમાં બઢો માધુર્ય એનું સર્વદા” 342 બઢો માધુર્ય એનું સર્વદા
SR No.032363
Book TitleShabda Ane Shrut
Original Sutra AuthorN/A
AuthorPravin Darji, Balwant Jani
PublisherVidyavikas Trust
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy