________________
આ કાર્યની ચરમસીમાં તેઓએ ગુજરાતી વિશ્વકોશની પ્રવૃત્તિમાં આદરણીય પ્રાધ્યાપક શ્રી ધીરુભાઈ ઠાકરને આપેલા બહુમુખી સહયોગમાં પ્રતિબિંબિત થાય છે; જેના ફળ રૂપે વિશ્વકોશના વિસ્તૃત અને વૈવિધ્યપૂર્ણ જ્ઞાનથી ભરપૂર એવા ૧૮ ભાગ આપણી ગુજરાતી જનતાને ઉપલબ્ધ થયા છે. ગુજરાતની યુવાપેઢીને પ્રાપ્ત થયેલા આ અર્વાચીન જ્ઞાનભંડારનો ઉપયોગ કરીને, પોતાના જ્ઞાનના ફલકને અને ઊંડાણને વધારવા યુવામિત્રોને સૂચન કરું છું. કુમારપાળભાઈ સહકાર્યકરો સાથે મૈત્રીપૂર્ણ અને આત્મીયતાના સંબંધોના નિભાવ, વિકાસ અને વિસ્તૃતીકરણની કળા છે, એનાથી ગુજરાત, ભારત અને વિદેશોમાં તેમનું મિત્રવર્તુળ અને ચાહકવર્ગ વધતો રહ્યો છે. દુનિયાના અનેક દેશોમાં તેમનાં વ્યાખ્યાનોનું આયોજન થયું અને ધર્મ, શાકાહાર, અહિંસા, જેનદર્શન, ગુજરાતની અસ્મિતા, રમતગમત તથા બાળસાહિત્ય જેવા વિવિધ વિષયો ઉપર તેમણે પોતાના વિચારો વ્યક્ત કર્યા, જેમાં સત્ય, તથ્ય, નિષ્પક્ષતા અને વિશાળતા હોવાથી તે દ્વારા સૌને પોતાને યોગ્ય પાથેય મળ્યું અને ચાહકવર્ગ વધ્યો. ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજી અને અમેરિકાની જૈના' સંસ્થા સાથેના સંબંધો અને કાર્યશૈલીથી સમસ્ત જૈન સમાજ અને ધર્મનાં વિકાસકાર્યોમાં તેઓ મૌલિક પ્રદાન કરી શક્યા.
આ બધાં જાહેર જીવનનાં કાર્યો કરવા છતાં તેઓએ પોતાના કુટુંબના બધા સભ્યો પ્રત્યેની તેમજ સગાંસંબંધીઓ પ્રત્યેની પોતાની અંગત ફરજો પ્રત્યે ક્યારેય બેદરકારી સેવી નથી, જેથી તેમના સુપુત્રો અને ધર્મપત્ની પણ પોતાની સંસ્કારમય જીવનયાત્રાને સુખ રૂપે આગળ વધારી રહ્યાં છે, અને તેમને પણ સર્વ પ્રકારે સહયોગ આપી રહ્યાં છે.
આમ, એક સાધારણ મધ્યમ વર્ગનો અનુસ્નાતક વિદ્યાર્થી, ૩૦ વર્ષના ગાળામાં પોતાના સતત પુરુષાર્થ અને જીવનવિકાસની તમન્નાથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સુયશ અને સન્માન પ્રાપ્ત કરી શક્યો; તેમાંથી આજની યુવાપેઢી પણ પ્રેરણા લઈને ઉદ્યમવંત બને તેવી અપેક્ષા.
શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર, કોબાના પ્રણેતા
152
યુવાપેઢીને પ્રેરક વ્યક્તિત્વ