________________
કર્યા જ કરતા. મારે આ કાર્ય સિદ્ધ કરવું જ છે એવો મંત્ર તેમના સમસ્ત વ્યક્તિત્વમાંથી ગુંજતો રહેતો.
ઈ. સ. ૧૯૭૮થી તેઓ અમારી સંસ્થાના સંબંધમાં છે. છેલ્લાં ૧૨ વર્ષથી તો નિયમિતપણે સંસ્થાની ડિસેમ્બરની શિબિરમાં આવીને તેઓ પોતાના જ્ઞાનનો લાભ વિશાળ શ્રોતાવર્ગને આપે છે. વળી જ્યારે જ્યારે સંસ્થાના કાર્ય માટે અમે તેમને બોલાવીએ ત્યારે તેઓનો એક જ જવાબ હોય, “આપ કહો એટલે હાજર.” આ હકીકત તેમની સત્કાર્ય અનુમોદના અને પ્રિયજનો સાથેના સંબંધોને પ્રેમપૂર્વક નિભાવીને તેને મજબૂત કરવાની તત્પરતાની દ્યોતક છે. આ ગુણ જાહેર જીવનને સમર્પિત વ્યક્તિત્વના બહુમુખી વિકાસમાં અગત્યનો છે. તેઓ મુસાફરીથી થાકતા નથી અને ભાવનગર, પાટણ, રાજકોટ, મુંબઈ, સુરત તેમજ ભારતનાં અન્ય શહેરો તથા બ્રિટન, અમેરિકા અને યુરોપનાં અનેક નગર-મહાનગરોમાં વ્યાખ્યાન આપવા જાય છે. યોગ્ય આયોજન કરીને યુવાનો તેમને પોતાના ગામમાં નિમંત્રણ આપીને, તેમના વ્યક્તિત્વનો, સમાગમનો અને બહુમુખી જ્ઞાનનો લાભ લેશે તો નાનાં ગામોની (તાલુકા મથકોની) યુવાપેઢીને પણ પ્રેરણા મળશે. સૌ કોઈનું શ્રેયઃ
તેમનું વૈવિધ્યપૂર્ણ વ્યક્તિત્વ એ વાતની સાક્ષી પૂરે છે કે નાના-મોટા, ગરીબ-તવંગર, વિદ્યાર્થી-પ્રાધ્યાપકો, કુટુંબીજનો-મિત્રો, જ્ઞાતિમંડળો, વિદ્યાર્થી સંગઠનો કે માનવસેવા કરતી સંસ્થાઓ – સૌની સાથે હળીમળીને કાર્ય કરવાની એક મૌલિક હથરોટી (Art of smooth and synergistic accomplishment of Teamwork) તેમણે સિદ્ધ કરેલ છે. આ અઘરું કાર્ય તેમની સંગઠનશક્તિ સૂચવે છે. તેઓ નમ્રતાપૂર્વક અનેક વ્યક્તિઓના વિચારો સાથે તાલમેલ કરીને એવું સર્વમાન્ય સમાધાન શોધી આપે છે કે જે સ્વીકારતાં સત્કાર્યના ફલકને વિસ્તારવા માટેની સુદઢ અને યોગ્ય ભૂમિકા મળી રહે છે. સંસ્કાર-સાહિત્યસમાજસેવાનો ત્રિવેણી સંગમ :
બાળપણથી પિતાશ્રી પાસેથી મળેલા સાદું જીવન અને ઉચ્ચ વિચારોના વારસાને તેઓએ ત્વરાથી વિકસાવ્યો. એક પછી એક ઊંચા હોદ્દાઓ મળવા છતાં તેમણે પોતાનું અંગત જીવન છેલ્લાં ૨૫ વર્ષોમાં લગભગ એકસરખું જ રાખ્યું. ચહેરા પર સદાય સ્મિત, અત્યંત મિતભાષીપણું, સૌના જીવનમાંથી સારું ગ્રહણ કરવું, નિર્બસનતા અને જે કાર્ય હિતકારી હોય તે તરત જ કરવાની તેયારી અને હિંમત આદિ દ્વારા તેમના અંગત વ્યક્તિત્વનો સતતપણે વિકાસ થતો રહ્યો છે. વળી સંસ્કારપ્રેરક સંસ્થાઓ સાથેના સંબંધો પણ તેમણે વિકસાવ્યા અને સમાજના વિશાળ વર્ગને ઉપયોગી વિપુલ સાહિત્યનું નિર્માણ કર્યું.
151 પૂ. આત્માનંદજી