________________
છે.
કરે
દિ
છે
. . .
'ક
અમદાર ,
આકા જીવનતપની વિશિષ્ટ ફલશ્રુતિ
પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ જેવી મહાન પ્રતિભાને શબ્દબદ્ધ કરવાનો પ્રયત્ન કરવો એ આકાશને બાંધવા જેવું કામ છે. એમના જ્ઞાનનું પરિશીલન કરવું એ સાગરનું ઊંડાણ માપવા જેવું છે. એમની વાણીમાં એક વિશિષ્ટ પ્રકારની સઘનતા રહેલી છે. એમણે ઉચ્ચારેલા શબ્દોમાં અજબનું ઊંડાણ હોય છે.
તેઓ જ્યારે બોલતા હોય ત્યારે ભાવ, અર્થશક્તિ, સમજદારી વગેરેનું એક સમગ્ર વાતાવરણ સર્જાય છે. એમની વાણીમાં વિદ્વત્તાનો વિલાસ કે પાંડિત્યનું પ્રદર્શન નહીં, પરંતુ જીવનનો વિકાસ અને ભાવોની સ્વસ્થ અભિવ્યક્તિ દેખાય છે. એમની કેવળ વાણી નહીં પરંતુ વાણીની પાછળ જીવન બોલે છે, જીવનની તપશ્ચર્યા બોલે છે, અવિરત કર્મયોગની ધારા બોલે છે, જ્ઞાનનું ગૌરવ બોલે છે.
દરેક ગામને પોતીકો ઇતિહાસ અને આગવી ભાત હોય છે. સુરેન્દ્રનગર જિલ્લાનું નાનકડું એવું સાયલા ગામ એવી કેટલીય ગૌરવકથાઓ છુપાવીને બેઠું છે. “ભગતના ગામ' તરીકે જાણીતા આ ગામમાં એવા વિરલ આધ્યાત્મિક પુરુષો થયા કે જેમણે જીવનભર અધ્યાત્મસાધના માટે આંતરિક પુરષાર્થ કર્યો.
અહીં શ્રી સોભાગભાઈ જેવી મહાન વિભૂતિ થઈ, જેમને કારણે શ્રીમદ્ રાજચંદ્રજીએ આત્મસિદ્ધિશાસ્ત્ર' નામના મહાન ગ્રંથની રચના કરી. શ્રી રાજસોભાગ આશ્રમના આદ્યસ્થાપક સંત
નલિનભાઈ કોઠારી
ભાઈશ્રી
153