________________
શ્રી લાડકચંદ વોરા (પ. પૂ. બાપુજી)એ અનેક આત્માઓમાં સાચી મુમુક્ષુતા જગાડી અને તેઓને મૂળ સનાતન મોક્ષમાર્ગે વાળ્યા.
આ જ સાયેલા એ ન્યાયશાસ્ત્રના પ્રકાંડ પંડિત પદ્મભૂષણ શ્રી દલસુખભાઈ માલવણિયાનું; જેને કથાઓ, ચરિત્રો અને તીર્થો વિષે ઐતિહાસિક કાર્ય કરનાર લેખક શ્રી રતિલાલ દેસાઈનું ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ સાક્ષર શ્રી જયભિખ્ખનું તેમજ તેઓના સૂર્ય જેવા તેજસ્વી સુપુત્ર પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈનું વતન છે.
ડૉ. કુમારપાળભાઈને ૫ પૂ. બાપુજી શ્રી લાડકચંદ માણેકચંદ વોરામાં એક સંતનાં દર્શન થતાં. જ્ઞાનસાગર યોગેશ્વર આનંદઘનજી જેવાના જીવન તથા કવનમાં ડૂબી જઈ પારમાર્થિક સત્યને જેઓએ શોધવાનો પ્રયત્ન કર્યો એવાં મા સરસ્વતીના સારસ્વત ડૉ. કુમારપાળભાઈમાં પ. પૂબાપુજીએ એક એવી વિરલ પ્રતિભાને જોઈ કે જેઓએ સાહિત્ય તથા કલાને અધ્યાત્મનો રંગ આપ્યો. બંને વચ્ચે પ્રેમનો, સદ્ભાવનાનો હૃદયસેતુ બંધાયો હતો. બાપુજી અમદાવાદ આવે ત્યારે કુમારપાળભાઈને મળતા. મહાયોગી આનંદઘનજીના સંશોધન અંગે એમણે ખૂબ ઊંડો રસ લીધો હતો. એ જ રીતે ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજીના ઉદ્ઘાટન પ્રસંગે પૂ. બાપુજી બંને દિવસોએ ઉપસ્થિત રહ્યા હતા અને આશીર્વાદ પાઠવ્યા હતા. જ્યારે બાપુજી ડૉ. કુમારપાળભાઈને યાદ કરતા ત્યારે ખૂબ વ્યસ્ત હોવા છતાં તેઓ ચોક્કસ પધારતા. પ્રથમ પરમ પૂજ્ય બાપુજી અને ત્યારબાદ પરમ પૂજ્ય ભાઈશ્રી નલિનભાઈ કોઠારી)ની શુભ નિશ્રામાં શ્રી રાજસોભાગ આશ્રમ દ્વારા થતાં આધ્યાત્મિક અને જનહિતના કાર્યોમાં ડૉ. કુમારપાળભાઈએ અનેક વાર પ્રત્યક્ષ હાજર રહી પ્રોત્સાહક બળ પૂરું પાડ્યું છે. શ્રીમદ્ રાજચંદ્ર દેહવિલય શતાબ્દી વર્ષ વિશ્વ સ્તરે વ્યાપક રીતે ઊજવવામાં તેમના સાથ અને સહકારનો અમૂલ્ય ફાળો રહ્યો. દેશવિદેશમાં પ્રસિદ્ધ, બહુ આદર જાગે એવું ભારેખમ વ્યક્તિત્વ ધરાવતા છતાં તેઓ મૃદુભાષી અને વિનમ્ર સ્વભાવી છે. નાનામોટા સહુને પ્રેમથી બોલાવે, આવકારે. ગમે તેવા તનાવયુક્ત વાતાવરણમાં તેઓ સતત સમતાને ધરી રાખે અને તેને પરિણામે તેમના વિનોદી સ્વભાવની છાયામાં સહુ કોઈ હળવાશ તથા મોકળાશ અનુભવે.
પ્રમાણિકતા અને પરિશ્રમ દ્વારા ડૉ. કુમારપાળભાઈ જીવનવિકાસના ઉન્નત શિખરને આંબી ચૂક્યા છે. નવા નવા વિચારોનો સાક્ષાત્કાર કરી એમણે પ્રયોગશીલ રીતે જીવનમાં સાકારિત કર્યા છે. ગુજરાતી વિશ્વકોશ તેનું ઉત્તમ ઉદાહરણ છે.
વિચારથી વિદ્વાન અને આચારથી સજ્જન ડૉ. કુમારપાળભાઈનું જીવન સંયમથી સુવાસિત, નિયમથી વ્યવસ્થિત અને મર્યાદાથી મહેકી રહ્યું છે. શ્રીમંતો સતત આસપાસ ફરતા હોવા છતાં પણ ડૉ. કુમારપાળભાઈએ એમની શેહમાં ન તણાતાં પોતાની અસ્મિતા જાળવી રાખી છે. સત્તા
154
આકરા જીવનતપની વિશિષ્ટ ફલશ્રુતિ