________________
મિત્ર, દાર્શનિક
S. કુમારપાળ દેસાઈને ભારત સરકાર તરફથી પદ્મશ્રીનો એવૉર્ડ એનાયત થયો તે સો ગુજરાતીઓ માટે ગૌરવની બિના છે. કુમારપાળ દેસાઈ એક બહુમુખી પ્રતિભા છે. કર્તવ્યનિષ્ઠ પ્રાધ્યાપક, વિનમ્ર તત્ત્વચિંતક તથા લબ્ધપ્રતિષ્ઠિત લેખક કુમારપાળભાઈએ સાહિત્યક્ષેત્રે પોતાના પિતાશ્રી જયભિખ્ખનો વારસો ઉજાળ્યો છે. ડૉ. ધીરુભાઈ ઠાકર સાથે ખભા મિલાવી ગુજરાતી
વિશ્વકોશના અત્યાર સુધીના ૧૮ ગ્રંથોના નિર્માણનું તથા માદક ભગીરથ કાર્ય તેમની કારકિર્દીની યશસ્વી કલગી છે.
વળી વિશ્વના ખૂણે ખૂણે ભારતીય સંસ્કૃતિ તથા જૈન ધર્મ અને દર્શનના પ્રસાર માટે તેમણે જે પુરુષાર્થ કર્યો છે તે સ્વામી વિવેકાનંદ તથા શ્રી વીરચંદ રાઘવજી ગાંધીના સમકક્ષ ગણી શકાય તેમ છે. અનેકવિધ પ્રવૃત્તિઓમાં રત રહેવા છતાંય તેઓ સંવેદનાપૂર્વક માનવકલ્યાણની પ્રવૃત્તિઓમાં પણ સક્રિયપણે યોગદાન કરી રહ્યા છે.
મારું સદ્ભાગ્ય છે કે મને જૈન દાર્શનિકો તથા
વિદ્વાનોનો પરિચય કરવાની તક સાંપડેલી છે. રજનીકાંત એલ. સંઘવી બાલ્યાવસ્થાથી પરમ પૂજ્ય ગુરુદેવ નાનચંદ્રજી
મહારાજ તથા પૂજ્ય ગુરુદેવ સંતબાલજીના વાત્સલ્યને હું પામ્યો હતો. વર્તમાનમાં અમિયાપુર (કોબા) સ્થિત તપોવન સંસ્કારપીઠના સલાહકાર તરીકે હું પૂજ્ય પં. ચંદ્રશેખર મહારાજના સંતસમાગમનો લાભ મેળવી શક્યો છું. પૂ. પિતાશ્રીને લીધે વિદ્યાર્થીકાળમાં પ્રજ્ઞાચક્ષુ પં. સુખલાલજી તથા
294