SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ પં. બેચરદાસ દોશીના પરિચયમાં આવ્યો હતો. ૧૯૮૦માં જેને જાગૃતિ સેન્ટર – નવરંગપુરાના ઉપક્રમે અમે જેન તત્ત્વવિચાર પરિષદ યોજી ત્યારે ડૉ. કુમારપાળ દેસાઈના નિકટના પરિચયમાં તો આવ્યો, પરંતુ સાથે સાથે તેમના સહયોગથી પં. દલસુખભાઈ માલવણિયા, શ્રી રતિલાલ દી. દેસાઈ, પૂ. આત્માનંદજી, શ્રી રમણભાઈ ચી. શાહ વગેરે વિદ્વાનોનો પણ પરિચય થવા પામ્યો. આ પરિષદના આયોજનમાં ડૉ. કુમારપાળે મને સક્રિય સાથ અને સહકાર આપ્યો હતો. જૈન જાગૃતિ સેન્ટર-નવરંગપુરામાંથી મુક્ત થઈ અમે ૧૮ સપ્ટેમ્બર ૧૯૮૩ના રોજ જૈન જાગૃતિ સેન્ટર, કર્ણાવતીની સ્થાપના કરી. ડૉ. કુમારપાળ દેસાઈએ દીપ પ્રગટાવી નવા સેન્ટરનો મંગળ પ્રારંભ કર્યો હતો. ૩૧ માર્ચ ૧૯૮૫ના રોજ આ સેન્ટરે ટાગોર મેમોરિયલ થિયેટરમાં અમદાવાદના ૧૪ જેને જ્યોતિર્ધરોનું જાહેર અભિવાદન કર્યું હતું. ડૉ. કુમારપાળ દેસાઈ આ પૈકી એક જ્યોતિર્ધર હતા. આ કાર્યક્રમ માટે તેમણે અત્યંત ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. મારા પ્રત્યેના સ્નેહ તથા સદ્ભાવને કારણે જૈન જાગૃતિ સેન્ટર– કર્ણાવતીના નીચે દર્શાવેલા કાર્યક્રમોમાં ઉત્સાહભેર ભાગ લઈ તેમણે વિદ્વત્તાપૂર્ણ વક્તવ્યો આપ્યાં હતાં: ૧. જુલાઈ ૧૯૮૬ઃ પરિસંવાદઃ ધર્મ વિશ્વશાંતિ લાવી શકશે? ૨. માર્ચ ૧૯૯૧ : વિચારગોષ્ઠિ: “મારા જીવનઘડતરમાં જૈન ધર્મનો પ્રભાવ ૩. જુલાઈ ૧૯૯૫ પ્રશ્નોત્તરી આધારિત ચર્ચા – જેનોની સળગતી સમસ્યાઓ તદુપરાંત ૧૯૯૬થી ૨૦૦૧ દરમિયાન પ્રતિવર્ષ ચૈત્ર સુદ ૧૩ એટલે કે ભગવાન મહાવીર જન્મકલ્યાણક નિમિત્તે તેમણે જન જાગૃતિ સેન્ટર, કર્ણાવતી તથા વિદ્યાવિકાસ ટ્રસ્ટના ઉપક્રમે જે જાહેર પ્રવચનો આપ્યાં હતાં તે ખૂબ જ લોકપ્રિય સાબિત થયાં હતાં. આ પૈકી બે કાર્યક્રમોમાં ઠાકોરભાઈ દેસાઈ હૉલમાં ડૉ. કુમારપાળ દેસાઈના ગદ્ય તથા શ્રી સૌમિલ મુન્શીના પદ્યની અલૌકિક જુગલબંધીએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ પવિત્ર દિવસે અખિલ ભારતીય જૈન મહામંડળ પણ મહાવીર જન્મકલ્યાણકનો કાર્યક્રમ યોજતું હતું. શ્રી કુમારપાળભાઈ અમારા કાર્યક્રમને પૂર્ણ કરીને ત્યાં વક્તવ્ય આપવા જતા હતા. શિક્ષણ, સાહિત્યસર્જન, વિશ્વકોશનિર્માણ તથા પ્રકાશન તેમજ ભારતીય સંસ્કૃતિ અને ધર્મનો પ્રસાર ડૉ. કુમારપાળભાઈનાં જીવન તથા કાર્યનાં બહુ જાણીતાં પાસાં છે. પરંતુ એક ઓછું જાણીતું પાસું છે સમાજસેવા. ડૉ. કુમારપાળભાઈ અને હું વિવિધ ઉદ્દેશો તથા કાર્યક્ષેત્ર ધરાવતા ચાર પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તરીકે વર્ષોથી સાથે કામ કરી રહ્યા છીએ. મહાવીર માનવ-કલ્યાણ કેન્દ્ર કુદરતી તથા માનવસર્જિત આપત્તિઓ સમયે સહાય કરવા સ્થપાયેલ સંસ્થા છે. આ કેન્દ્ર અસાધ્ય અને કષ્ટસાધ્ય રોગોની સારવાર માટે પણ મદદ કરવાનું 295 રજનીકાન્ત એલ. સંઘવી
SR No.032363
Book TitleShabda Ane Shrut
Original Sutra AuthorN/A
AuthorPravin Darji, Balwant Jani
PublisherVidyavikas Trust
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy