SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ હોય નહિ. તમને નથી મળતું? મળશે. વ્યવસ્થા થઈ જશે. આજ સુધી તે મને મળતું જ રહ્યું છે. મારે શું કહેવાનું? પરિચય-ઓળખાણ અને સંબંધની વ્યાખ્યા ક્યાં શોધવાની? ગુજરાતના ભૂકંપ સમયે સામો ફોન કરીને સાહિત્યકાર મિત્રોના અને પરિસ્થિતિઓના સમાચાર મને આપવાનું કર્તવ્ય પણ એ ચૂક્યા નહોતા. મને ૭૫મું વર્ષ બેઠું. અમે ક્યાંક મળી ગયા. સાથે મારો દીકરો હતો. દીકરાના બાળકાવ્યસંગ્રહ વિશે વાત કરી, ત્યારે વિમોચન પ્રસંગે ન આવી શક્યાની દિલગીરી વ્યક્ત કરી અને દીકરાની સર્જનપ્રક્રિયા વિશે માહિતી ન આપ્યાનો રોષ પણ ઠાલવ્યો. ત્યાં જ દીકરાએ ૭૫માં વર્ષની વાત કરી. તો તો ઊજવવાનું જ. એમના શબ્દો. “પપ્પા ના પાડે છે. દીકરાનો ઉત્તર. એ તો ના પાડે, તું તારીખ જ નક્કી કર.' પંચોતેરમું પૂરું તો થવા દો.” મેં કહ્યું. બેઠું તે જ મહત્ત્વનું છે. મને કહ્યું અને દીકરાને કહે, ‘હું પપ્પા વિશે બોલીશ.' બોલ્યા પણ ખરા. પ્રેમભીની મૈત્રી અને મૈત્રી પ્રેમના શબ્દો વહાવ્યા. આજે પણ એ જ મૈત્રી – ટેલિફોનિક મૈત્રી ચાલુ જ છે. કુમારપાળ સાહિત્યકાર, અધ્યાપક, ડીન, ભાષાભવનના અધ્યક્ષ આદિ ઘણું છે પણ અમારી મૈત્રી વચ્ચે આ કશું આવતું નથી. અમારા બંનેનું વ્યક્તિત્વ એ જ અમારો સંબંધસેતુ. ‘પદ્મશ્રી' મળ્યાના અભિનંદનનો ફોન કર્યો, ત્યારે પણ એ જ સ્મિતનો રણકો. “ક્યારે મળીએ? કાર લઈને આવું?’ એ પ્રશ્ન અને મારું મૌન - એક શ્રદ્ધા સાથે કે આ બધી જ વ્યસ્તતાને ઓળંગી દઈને અમે નિરાંતે મળીશું. 293 રવીન્દ્ર ઠાકોર
SR No.032363
Book TitleShabda Ane Shrut
Original Sutra AuthorN/A
AuthorPravin Darji, Balwant Jani
PublisherVidyavikas Trust
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy