________________
શૈલીમાં પ્રવચનો કરીને તેઓ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી શકે છે. આ ઉપરાંત સાહિત્ય, સંસ્કૃતિ કે સામાજિક ક્ષેત્રે પણ પ્રવચન આપવા તેમણે ખૂબ પ્રવાસો કરેલા છે. તેમને સાહિત્ય-સંસ્કૃતિસામાજિક અને અધ્યાત્મ ક્ષેત્રે અનેક એવોડ પ્રાપ્ત થયા છે. વિવિધ પ્રવૃત્તિઓમાં સંકળાયેલા રહેવાને કારણે તેમના સંબંધો અદના માણસોથી માંડીને ઉચ્ચ પદવીધરો, શ્રેષ્ઠીઓ અને સમાજના અગ્રણીઓ સાથે વિકસ્યા છે. અમદાવાદ-ગુજરાતમાં કુમારપાળ દેસાઈ એક સુપરિચિત નામ છે.
આટલા વિવિધ મોરચા સફળતાપૂર્વક સંભાળનાર – છતાં ચહેરા પર ક્યારેય તનાવ ન દેખાય તેવા કુમારપાળની ક્ષમતા અને શક્તિ ઘણા માટે એક આર્યસમાન છે. સાદગી, વિવેક, નમ્રતા અને નિખાલસતા તેમની અસ્કામતો છે. બહારી દુનિયામાં તેમની પ્રગટ આ શક્તિઓ, સફળતા અને સિદ્ધિના મજબૂત મૂળિયાં ચંદ્રનગર ખાતેના તેમના નિવાસમાં છે – જ્યાં તેમની બહિર્ગત અને અંતર્ગત એવી સકલ ક્ષણોના સાક્ષી અને સાથી પ્રતિમાબહેનનો ઊર્જાસ્રોત તેમને શક્તિમય અને તેજોમય રાખે છે.
254
કુમારથી પદ્મશ્રી કુમારપાળ દેસાઈ