________________
'પદ્મશ્રી' જેવો ગૌરવવંતો એવૉર્ડ જેમને પ્રાપ્ત થયો છે એવા યશસ્વી સર્જક, ચિંતક અને શિક્ષણશાસ્ત્રી ડૉ. કુમારપાળ દેસાઈનું વિધવિધ ક્ષેત્રે પ્રદાન નોંધપાત્ર રહ્યું છે.
ગુજરાત યુનિવર્સિટીના ભાષાભવનના અધ્યક્ષ ડૉ. કુમારપાળ દેસાઈ, વિશ્વકોશના સહયોગી
કુમારપાળ, ગુજરાત સાહિત્ય અકાદમીના પૂર્વ બહુમુખી પ્રતિભા
ઉપાધ્યક્ષ કુમારપાળ અને જૈન તત્ત્વચિંતનના ઘરાવતા સર્જક
આરાધક અને ઉપાસક કુમારપાળ એમની બહુમુખી
પ્રતિભા માટે દેશ અને પરદેશમાં જાણીતા છે. અળે ચિંતક કેટલાક મિત્રો તો એમને વિશ્વપ્રવાસી કહે છે. આજે
અમદાવાદમાં જોવા મળતા કુમારપાળભાઈ બે દિવસ પછી તમને અમેરિકાના કોઈ સ્ટેટમાં જૈન તત્ત્વચિંતન વિશે પ્રવચન આપતા જોવા મળે. એમની વિશેષતા એ કે અમેરિકાના પ્રવાસે જાય, પ્રવચનો પૂરાં થતાં તરત ભારત આવીને પ્રવૃત્તિમાં ડૂબી જાય. આથી બીજી વ્યક્તિઓના પરદેશ-પ્રવાસ
બે-ત્રણ મહિનાના હોય, જ્યારે કુમારપાળ પંદર યશવંત કડીકર
દિવસમાં ભારત આવી જાય ઘણી વાર તો વિમાનમાંથી ઊતરીને સીધા પ્રવચન-સ્થળે જાય છે.
તેઓ ખૂબ જ પ્રભાવક વક્તા તો છે, પરંતુ સાથે સાથે ઊંડા અભ્યાસી પણ છે. છેલ્લાં ચાલીસ વર્ષથી તેઓશ્રીએ પ્રેરક, મૂલ્યનિષ્ઠ અને આધ્યાત્મિક સાહિત્ય સર્જન કરીને દેશ-વિદેશમાં ખૂબ જ ખ્યાતિ મેળવી છે. એમનાં પુસ્તકો ગુજરાતી ઉપરાંત હિંદી અને અંગ્રેજીમાં પણ પ્રગટ થયાં છે.
બર્મુખી પ્રતિભા ધરાવતા સર્જક અને ચિંતક