SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ હવે છેલ્લી વાત : પોતાના એક લેખમાં પોતાના પિતા જયભિખ્ખું અને માતા જયાબહેનની મૃત્યુની અંતિમ ઘટનાએ એમને ઓછું નથી આપ્યું એમ નોંધ્યું છે. મૃત્યુની ઘટના જીવન આપે એમ લખવું એ સૂર્યોદય જેવું જ છે. એમના સાહિત્યકાર પિતા ભીખાલાલે જયાબહેનમાંથી જય લીધો અને ભીખલાલમાંથી ભિખુ' શબ્દ પસંદ કરી એક સાંકેતિક, ધ્વનિપૂર્ણ નામ ઉપજાવ્યું – ‘જયભિખુ. આ સૂચક ઉપનામ જેમ યોગ છે એમ કુમારપાળભાઈનું આ પરિવારમાં જન્મવું અને પછી પોતાની રીતે વિકાસાત્મક રીતે સતત વિકસવું એ પણ ગુણસમૃદ્ધિની જ આનંદયાત્રા છે. પિતાની મૂલ્યનિષ્ઠા અને સચ્ચાઈ આ બે શબ્દો જ ડૉ. કુમારપાળ દેસાઈની સમગ્ર સર્જનયાત્રાનો પ્રેરક બળો યા પરિબળો છે. પોતાના પિતાએ જેને જીવન માન્યું – જીવનનો ધર્મ માન્યો એને જ કેન્દ્રમાં રાખી સતત શબ્દ દ્વારા ઉપાસના કરવી એ પણ એક રીતે આંતરિક સુવાસ જ છે. એક પ્રસંગ આ લેખથી છૂટા પડ્યા જેવું લાગે તો પણ એ જોખમ ઉઠાવીને ટાંકું છું. મારા પિતા જયભિખુની એક કૃતિ જે કવિ જયદેવ વિશેના જીવન-કવનની હતી એનું નાટ્યરૂપાંતર આકાશવાણી અમદાવાદ પરથી નવા નટો મારફત રજૂ કરવાના હતા. સાહિત્યકાર જયભિખ્ખને આ ક્ષણના ભાગીદાર થવાની ઇચ્છા હતી એટલે આકાશવાણીનાં થોડાંક પગથિયાં ચડ્યા અને પછી પાછા વળી ગયા... આ કુમારપાળ દેસાઈના પેઢીનામાનું મથાળું ! ઘેર બેસી એમણે આખું નાટ્યરૂપાંતર સાંભળ્યું અને પછી પત્રથી સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યાં. જો જન્મ અને મૃત્યુ આનંદમય ક્ષણ છે તો જીવનની બધી જ ક્ષણો આનંદમય જ છે. શિક્ષણ જેમ જેમ આપણી અંદર અંદર ઊતરતું જશે તેમ તેમ ભીતરની કરુણા – ભીતરનું ડહાપણ કલકલ છલ છલોછલ કરતું બહાર છલકાતું જશે. શેસ્પિયરના મર્ચંટ ઑફ વેનિસ નાટકમાં પોશિયા આ પ્રમાણે કહે છે : 'It droppeth like gentle rain.' હળવા વરસાદની જેમ ઈશ્વરની કૃપા કુમારપાળ દેસાઈ પર ઘણા સ્વરૂપે વરસી છે. એનો એક રંગ તે પદ્મશ્રી'. 287 દિનકર ભોજક
SR No.032363
Book TitleShabda Ane Shrut
Original Sutra AuthorN/A
AuthorPravin Darji, Balwant Jani
PublisherVidyavikas Trust
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy