________________
કરી આપે છે. સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ભાષાના એ મહાન સર્જક, સંગ્રાહક અને સંયોજકના અર્પણની અહીં સમુચિત નોંધ લેવાઈ છે.
કુમારપાળ દેસાઈની સંશોધન-સંપાદનની પ્રવૃત્તિ આમ, મધ્યકાલીન સાહિત્ય – જૈન સાહિત્ય ઉપર કેન્દ્રિત થયેલી છે. સંશોધન-સંપાદન માટે તેઓ જે કર્તા કે કૃતિને પસંદ કરે છે એનો સર્વગ્રાહી સ્વાધ્યાય કરે છે અને એની ફલશ્રુતિ રૂપે આપણને કેટલાંક નોંધપાત્ર નિરીક્ષણો મળે છે. કુમારપાળમાં સંશોધન-સંપાદનની નિષ્ઠા અને નિસબત છે, તેમ શક્તિ અને સામર્થ્ય પણ છે એનો પરિચય તેમનાં આ પાંચ-છ પુસ્તકોમાંથી સહજ રીતે જ મળી શકે છે.
44
સંશોધન-પ્રવૃત્તિનો આલેખ