________________
ભાઈ-~ાર્દ ?
1 મો.
th
હા મારા
*
#di
,
માં
,
બાવાસાહિત્યના
સર્જક
એક નાનો છોકરો, એને વાંચવાની ભારે લત. કોઈ ચોપડી મળે કે જાણે આખી દુનિયા મળી ગઈ. જેવી ચોપડી હાથ લાગે કે તરત વાંચવા બેસી જાય. વાંચતી વખતે વખતને ભૂલી જાય. જમવાનું બાજુએ રહી જાય. રાત હોય તો મધરાત થઈ જાય.
૧૯૫૩ની આ વાત છે. એ છોકરો અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં રહે. એ વખતે ઝગમગ' એને બહુ ગમે. આ છાપું સૌ પહેલું એલિસબ્રિજ સ્ટેશને આવે. આથી એ વહેલો-વહેલો સ્ટેશન પર પહોંચી જાય. થોડું મોડું થયું હોય તો એ દોડ લગાવે. વરસાદ વરસતો હોય તો છાપું ખમીસથી ઢાંકીને, જતનથી જાળવીને ઘેર લાવે. જેવો ઘેર પહોંચે કે તરત એ વાંચી કાઢે. વાંચ્યા પછી છાપાંની સરસ ફાઈલ બનાવે.
આ છોકરો એના પિતાને રોજ લખતા જુએ. એના પિતા ટેબલ પર બેસીને કલમથી લખે. એ લેખ જુદાં જુદાં છાપાંમાં પ્રગટ થાય. આ બાળકને એમ થાય કે મનેય આવું લખવા મળે તો?
વળી, આ છોકરાના દિલમાં દેશના ક્રાંતિકારીઓ માટે અજબ ચાહના હતી. ક્યારેક અંગ્રેજોને થાપ આપતા નાનાસાહેબ પેશ્વા દેખાય, ક્યારેક મનમાં ભડવીર ભગતસિંહ ઘૂમે, કદીક મૂછ પર તાવ દેતા ચંદ્રશેખર આઝાદ દેખાય. રાતનાં સ્વપ્નાંમાં અવનવા ક્રાંતિકારીઓ મળવા આવે, જે દેશને માટે હસતે મુખે પોતાનો પ્રાણ આપતા હોય.
એક વાર આ છોકરાએ અનામી શહીદની
ઘીરજલાલ ગજ્જર
25