SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ વળી, ‘ભીલી ગીત’ જેવું કાવ્ય પ્રસંગાલેખન કરે છે. પુસ્તકને અંતે પ્રત્યેક કાવ્ય વિશેની ‘મિતાક્ષરી નોંધ’ પણ આપવામાં આવી છે. આ સંપાદનને આવકારતા શ્રી કે. કા. શાસ્ત્રી નોંધે છે કે, “ અપ્રગટ મધ્યકાલીન કૃતિઓ' આપીને એમણે ગુજરાતી ભાષાની ક્રમિક ભૂમિકાઓના અભ્યાસનો માર્ગ ચાલુ રાખી આપી પૂર્વ અને વર્તમાન સમાનધર્માઓની હરોળમાં સ્થાન પ્રાપ્ત ક૨વાનો આરંભ કરી આપ્યાં છે. એ અમારા જેવા ધૂળધોયાઓને પણ આનંદ આપનારો છે.’’ કુમારપાળના સંશોધન-સંપાદનનો અન્ય મુકામ છે વાચક મેરુસુંદર કૃત બાલાવબોધ’. વિક્રમના સોળમા શતકના પૂર્વાર્ધમાં થઈ ગયેલા વાચક મેરુસુંદરગણિએ જૈન અને જૈનેતર કર્તાઓની કૃતિઓ ૫૨ ૨ચેલા બાલાવબોધમાંથી, અહીં કુલ સોળ બાલાવબોધને પસંદ કરવામાં આવ્યા છે ને એનો સંક્ષિપ્ત પરિચય અપાયો છે. શત્રુંજયમંડન ઋષભદેવ સ્તવન બાલાવબોધ, પુષ્પમાલા-પ્રકરણ બાલાવબોધ, ષડાવશ્યક-સૂત્ર અથવા શ્રાવક પ્રતિક્રમણસૂત્ર બાલાવબોધ, શીલોપદેશમાલા બાલાવબોધ, ષષ્ટિશતક-પ્રક૨ણ બાલાવબોધ, ભક્તામરસ્તોત્ર બાલાવબોધ, યોગશાસ્ત્ર બાલાવબોધ વગેરેનો પરિચય આપ્યા બાદ સંપાદકે, અજિત શાંતિસ્તવન બાલાવબોધ ઉપર દૃષ્ટિ કેન્દ્રિત કરી છે અને એની વિગતે ચર્ચા-વિચારણા કરી છે, આરંભે બાલાવબોધની સમજૂતી આપવા ઉપરાંત સંક્ષિપ્ત કર્યુપરિચય પણ આપ્યો છે; તો સંપાદનને અંતે મુકાયેલા મહત્ત્વપૂર્ણ શબ્દાર્થ-ટિપ્પણ વાચકોને તેમજ અભ્યાસીઓને ઉપયોગી બની રહે છે. ‘અબ હમ અમર ભયે’ એ આનંદઘનના જીવન અને કવન ઉપર પ્રકાશ પાડતું પુસ્તક છે. પીએચ.ડી. નિમિત્તે આનંદઘન વિશે સઘન અને ઊંડો અભ્યાસ કરનાર કુમારપાળ, સ્વાભાવિક રીતે જ અહીં કેટલીક શ્રદ્ધેય સામગ્રી સુલભ કરી આપે છે. આનંદઘનના જીવનવિષયક કિંવદન્તીઓને ગાળી-ચાળીને તેઓ પ્રમાણભૂત વિગતો રજૂ કરે છે. આનંદઘનનું કવન, જૈન પરંપરા અને આનંદઘન તથા આનંદઘન અને યશોવિજય જેવાં પ્રકરણોમાં કુમારપાળ, વિવિધ કોણથી આનંદઘનજીને મૂલવે છે. અંતિમ પ્રકરણમાં કબીર, મીરાં અને અખાના સંદર્ભમાં આનંદઘનનું મૂલ્યાંકન કરતી વેળાએ તેઓ એ ત્રણે સાથેનું આનંદઘનનું સામ્ય-વૈષમ્ય ચીંધી બતાવે છે. સામગ્રીમાં અને અભિવ્યક્તિમાં એ ત્રણેથી આનંદઘનજી ક્યાં કેવી રીતે જુદા પડે છે તેમજ એ બાબતે તેમની વચ્ચે ક્યાં અને કેવું મળતાપણું છે એની અહીં સદૃષ્ટાંત ચર્ચા થઈ છે. આ તુલનાત્મક તારણો રસપ્રદ અને નોંધપાત્ર છે, તેમ સંશોધકની વ્યાપક દૃષ્ટિનાં પરિચાયક પણ છે. ‘હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના' નામક પુસ્તિકામાં લેખકે હેમચંદ્રાચાર્યના જીવન અને કવનનો વિગતે પરિચય કરાવ્યો છે. ગુજરાતી ભાષાના પ્રભાતની છડી પોકારતા કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યના જીવનની તથા તેમની સાહિત્યસાધનાની મૂલ્યવાન સામગ્રી આ પુસ્તિકા સુલભ 43 નીતિન વડગામા
SR No.032363
Book TitleShabda Ane Shrut
Original Sutra AuthorN/A
AuthorPravin Darji, Balwant Jani
PublisherVidyavikas Trust
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy