________________
મહામૂલું
જીવનપાથેયા
ડ, કુમારપાળ દેસાઈનો અંગત–પ્રત્યક્ષ પરિચય તો છેલ્લા ૧૫ વર્ષોથી થયો, પરંતુ પરોક્ષ રીતે તો હું અને મારો પરિવાર ઘણાં વર્ષોથી તેઓશ્રીને જાણીએ છેક નાનપણથી સ્વ. શ્રી જયભિખ્ખું લિખિત ઈંટ અને ઇમારત વાંચવાનો હું શોખીન. ખાસ કરીને મારા પિતાશ્રીએ આ લેખ દરેક અઠવાડિયે જ્યારે પણ આવે ત્યારે અમારે વાંચવો જ એ સુટેવ પાડેલી. એ સુસંસ્કૃત ઉત્કૃષ્ટ શ્રેણી જ્યારથી ડૉ. કુમારપાળભાઈએ સંભાળી ત્યારથી મારો પરોક્ષ પરિચય થયો.
૧૯૫૭-૫૮માં હું જ્યારે મહાવીર જૈન વિદ્યાલય, અમદાવાદ શાખામાં એક વર્ષ રહ્યો, ત્યારે માનનીય સ્વ. શ્રી રતિલાલ દીપચંદભાઈ દેસાઈ પાસે જૈન ધર્મ વિશે જ્ઞાન પ્રાપ્ત કરવાનું સદ્ભાગ્ય સાંપડેલું અને તે પછી તે જ જ્ઞાન અને શૈલી ડો. કુમારપાળભાઈ પાસેથી ઉપલબ્ધ થઈ – ખાસ કરીને પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમ્યાન.
દરેક વ્યાખ્યાન-વક્તવ્ય બસ જાણે સતત સાંભળ્યા જ કરીએ – સાંભળ્યા જ કરીએ તે રીતની મંત્રમુગ્ધ કરે તેવી વાણી અને છટા ! સાથે સાથે દૃષ્ટાંતો, કથા અને મહાન વિભૂતિઓનાં કથનોનો સાર સાંભળવા મળે. આ તેઓશ્રી સાથેની બીજી નિકટતા, પરિચય.
૧૯૮૩માં ઠાકરશી ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે એક નાનીશી ધર્માદા હોસ્પિટલ અમે મિત્રોએ શરૂ કરી. એક દિવસ અચાનક શ્રી કુમારપાળભાઈનો
નવનીત ઠાકરશી
326