________________
દેસાઈમાં નિઃસ્વાર્થ સંપૂર્ણ સેવા આપનાર દેખાય છે અને તેઓ દ્વારા ઘણાં કાર્યો થયાં છે. લોસ એન્જલસમાં રહેતા ડૉ. મણિભાઈ મહેતા અને લંડનમાં રહેતા શ્રી નેમુભાઈ ચંદરયા માટે તો એમ કહી શકાય કે શ્રી કુમારપાળ દેસાઈ એ એમના ભારતમાં વસતા મિત્ર અને માર્ગદર્શક હોય, તેવો પ્રેમ અને વિશ્વાસ શ્રી કુમારપાળભાઈએ જીત્યા છે.
સિંગાપોર, હોંગકોંગ, બેંગકોક, નાઇરોબી, મોમ્બાસા આ બધાં શહેરોમાં શ્રી કુમારપાળભાઈ દેસાઈએ અનુપમ પ્રતિભા પાથરી છે. તેઓનું પ્રવચન જે એક વાર સાંભળે, તે બીજી વાર તેઓના આગમનની પૂરેપૂરી પ્રતીક્ષા રાખે છે. એન્ટવર્પમાં પર્યુષણ પર્વની આરાધના કરાવી અદ્ભુત નામના પ્રાપ્ત કરી છે. લંડન અને અમેરિકા તો તેઓનું પોતાનું જાણે ઘર જ હોય તેટલો એમણે એમનાં વક્તવ્યોથી અવર્ણનીય પ્રેમ પ્રાપ્ત કર્યો છે.
ન્યૂ યૉર્ક, ન્યૂ જર્સી, લૉસ એન્જલસ, હ્યુસ્ટન, સિંગાપોર, લંડન જેવાં અનેક શહેરોમાં પર્યુષણ પર્વની આરાધના કરાવવા દ્વારા અને બીજાં કેટલાંક શહેરોમાં સુંદર પ્રવચનો દ્વારા જેનદર્શનના સમ્યગુજ્ઞાનનું દાન કર્યું છે. જેને ધર્મનો પ્રચાર અને પ્રસાર વધારે કેમ થાય ? તેનું લક્ષ્ય રાખીને અનેક દેશોમાં એમણે પ્રવાસો કર્યા છે. આમ, શ્રી કુમારપાળભાઈ દેસાઈએ વિદેશમાં સુંદર નામના અને અપાર ચાહના પ્રાપ્ત કરી છે. આંતરરાષ્ટ્રીય કામગીરી, અહિંસાના પ્રચારની કામગીરી, શાકાહારના પ્રચારની કામગીરી અને અનેક સામાજિક કાર્યો વગેરેમાં ઘણો મહત્ત્વનો ફાળો આપેલ છે.
અત્યાર સુધીમાં ૨૮ સંસ્થાઓમાં પ્રમુખ-મંત્રી, સહમંત્રી, ખજાનચી વગેરે હોદાઓ ઉપર રહીને સારી સેવા બજાવી છે. સર્વ ઠેકાણે સુંદર એવી પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને સંસ્થાઓને સારી કાર્યવાહીવાળી બનાવી છે. સારું કાર્ય કરવા બદલ એવૉર્ડ એટલી બધી જગ્યાએથી એટલા બધા મળ્યા છે કે એ એવૉર્ડની એક સુંદર હારમાળા બને તેમ છે. હેમચંદ્રાચાર્ય એવૉર્ડ', જેને જ્યોતિર્ધર એવોર્ડ, ગુજરાત રત્ન', સંસ્કૃતિ-સંવર્ધન એવૉર્ડ, બેસ્ટ સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એવોર્ડ અને પદ્મશ્રી એવોર્ડ – આ મુખ્ય એવૉર્ડ છે.
શ્રી કુમારપાળ દેસાઈ મારા પરમમિત્ર છે. તેઓ દીર્ધાયુષી અને સારા સ્વાથ્યવાળા સદા રહે એવી પરમકૃપાળુ પરમાત્માને વિનંતી અને જૈન શાસનની સેવા કરી આત્મકલ્યાણ સાધે એ જ અભિલાષા.
દેશવિદેશમાં વ્યાપકપણે જૈન ધર્મ વિશે શિક્ષણ~વચન આપનાર તથા શાસ્ત્રીય ગ્રંથોના લેખક
171 ૫. ધીરજલાલ મહેતા