________________
સિદ્ધિની
અઘુમોદના
કુમારપાળભાઈને પદ્મશ્રીનો ઇલકાબ મળ્યો તેનાથી શ્રી જૈન સંઘને ગૌરવ મળ્યું છે. ખૂબ જ ઉચિત સન્માન થયું. મને પણ તેટલો જ આનંદ થયો છે.
ખૂબ શાની હોવા છતાં વિનમ્રતા, સામા માણસની વાત ધ્યાનપૂર્વક સાંભળવાની કળા તથા જે વખતે જે વિષયની વાત ચાલતી હોય તેમાં રચનાત્મક અભિગમથી સુંદર સૂચનો આપવાની કળા તેમણે સિદ્ધ કરી છે.
જ્યારે જ્યારે એમને મળવાનું થયું છે ત્યારે તે મુલાકાતો અરસપરસ સ્નેહનીતરતી બની છે. હવે જીવનનાં શેષ વર્ષોમાં ઘણાં બધાં ક્ષેત્રોમાં જે પોતાનું યોગદાન આપી રહ્યા છે. માનવજીવનની સાર્થકતા માટે અધ્યાત્મપરાયણ જીવનને સ્વીકારી, હજી વધુ ઊંડી સાધના તરફ જાય એવી અભ્યર્થના અસ્થાને નહિ ગણાય.
એક સંનિષ્ઠ યોગી બનવાના બધા જ ગુણો તેમનામાં છે.
એક મોટાભાઈ તરીકે શુભેચ્છા આપું છું અને તેમની સિદ્ધિઓની ખૂબ ખૂબ અનુમોદના કરું છું.
શશીકાન્ત મહેંતા
શ્રી નમસ્કાર મહામંત્રના આરાધક અને જૈન ધર્મના
પ્રવચનકાર
178