________________
-
a :
મૈત્રી - મોંધી
જીવનમાં કેટલાક સંયોગ એવા થાય છે કે જેને ઋણાનુબંધ સાથે ઓળખાવી શકીએ. જાણે કોઈ પૂર્વભવની મૈત્રી હોય એવી રીતે કુમારપાળને મળવાનું બન્યું અને સતત એ મૈત્રીનો ભાવ વધુ ને વધુ ગાઢ બનતો ગયો.
સાધારણ રીતે એમ કહી શકાય કે દરેક મનુષ્યનાં ઓછામાં ઓછાં બે વ્યક્તિત્વ હોય છે : એક એનું જાહેર વ્યક્તિત્વ અને બીજું અંગત જાહેર જીવનની વિગતોથી સમાજ એક વ્યક્તિને ઘણી સારી રીતે ઓળખતી હોવાનો દાવો કરી શકે છે, પરંતુ શું આ વિગતો ખરેખર એ વ્યક્તિનું સંપૂર્ણ ચારિત્ર દર્શાવી શકે ? મારો શ્રી કુમારપાળભાઈનો અંગત પરિચય એ સ્વીકારવા લેશ માત્ર તેયાર નથી.
શ્રી કુમારપાળભાઈના અંગત પરિચયની શરૂઆત ઈ. સ. ૧૯૮૮માં થઈ તે પહેલાં એમના જાહેરજીવનની ઘણી વાતો સાંભળી અને વાંચી હતી. બાળપણથી જ એમને કલમ સાથે ગાઢ મિત્રતા બંધાયેલ અને ભાષાશુદ્ધિના આગ્રહ સાથે માતૃભાષા પર પ્રભુતા મેળવવા નાની વયમાં જ એમણે બાળવાર્તાઓ લખવાનું શરૂ કર્યું હતું. લેખકોની કદાચ ભારતમાં કમી નહીં હોય, પરંતુ ૧૧ વર્ષની નાની ઉંમરે લેખનું પ્રકાશન થયું હોય તેવા લેખકની નામાવલિ બહુ લાંબી નહીં હોય અને એ નામાવલિમાંથી તરત ખ્યાતિ પામી લેખનક્ષેત્રે નિમંત્રણ પામનારા કોઈક વિરલા જ હોય. શ્રી કુમારપાળભાઈ એવા જ એક વિરલા છે એમ
હોમ ચંદરયા
446