________________
કહેવામાં કોઈ જ અતિશયોક્તિ નથી. ત્યારબાદ, ગુજરાતી બાળસાહિત્યના સર્જનમાં તેમનું નામ લોકપ્રિય બની ગયું એ કહેવાની જરૂર નથી, કારણ કે મને પોતાને પણ આ વાત તેમના જાહેર વ્યક્તિત્વમાંથી જ જાણવા મળી. તદુપરાંત તેમનાં પુસ્તકો અને વર્તમાનપત્રોમાં નિયમિત કટારો અને વિધવિધ વિષયો પર પ્રગટ થતા લેખો આજ પર્યંત લોકપ્રિય છે.
અભ્યાસક્ષેત્રે તેમને બંને તરફથી ખ્યાતિ પ્રાપ્ત થઈ છે. પીએચ.ડી.ની પદવી કયા વર્ષમાં પ્રાપ્ત થઈ એનો મને ખ્યાલ નથી, અને એ ઓછું મહત્ત્વનું છે, પરંતુ ગુજરાત અને રાજસ્થાન જેમને પોતાના કહેવા માટે ચડસાચડસી કરે તેવા લોકપ્રિય જન સંત શ્રી આનંદઘનજી પર શોધનિબંધ લખી શ્રી કુમારપાળભાઈએ ગુજરાત યુનિવર્સિટીમાંથી ડૉક્ટરેટની માનવંતી પદવી પ્રાપ્ત કરી. મને, એમના મહાનિબંધના વિષયની પસંદગીમાં એમનું જૈન ધર્મ પ્રત્યેનું આકર્ષણ અને પ્રેમ દેખાયાં.
ડૉક્ટરેટની માનવંતી પદવી પ્રાપ્ત કરી એ એક વિદ્યાર્થી જીવનની ખ્યાતિ કહીએ, તો બીજી તરફ એ જ્ઞાનનો ઉપયોગ અન્યને પદવીઓ અપાવવામાં થઈ રહ્યો છે તે બીજી તરફની ખ્યાતિ. હાલ તેઓ અનેક સંસ્થાઓમાં વિવિધ પદવી ધરાવી ઉત્તમ સેવાઓ આપી રહ્યા છે, તેમાં ગુજરાત યુનિવર્સિટીની આર્ટ્સ વિદ્યાશાખાના ડીન અને ભાષા-સાહિત્યભવનના અધ્યક્ષ જેવાં પદ તેમના શિક્ષકજીવનમાં પ્રાપ્ત કરેલાં મહત્ત્વનાં સ્થાનો છે.
વળી જૈન ધર્મની ઉક્તિ : વાચના, પૃચ્છણા, પરિપટ્ટણા, અનુપ્રેક્ષા અને ધમ્મકથા – એ મુજબ એમનો જૈન ધર્મનો અભ્યાસ અનેક જૈન અને જૈનેતર સંસ્થાઓને, દેશમાં તેમજ પરદેશમાં ધર્મકથાનો લાભ આપે છે.
હકીકતમાં સાહિત્ય અને ધર્મ એ બેમાંથી કયા વિષય માટે તેઓ સન્માનપાત્ર છે એ ચર્ચવામાં આવે તો પરિણામમાં બે સન્માન કરવાં પડે. ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રી વાજપેયીજીએ ત્રણ વર્ષ પહેલાં જ એમને જેન રત્નનું માનવંતું પદ એનાયત કરેલ, એ આ વાતની સાક્ષી સમાન છે અને આજે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા તેઓને પદ્મશ્રીનું સન્માન પ્રાપ્ત થયું તે એક મિત્ર અને સહકાર્યકર તરીકે મારે માટે ગર્વની વાત છે. એમને મળેલાં અન્ય સન્માનોની યાદી બનાવીએ તો જે વાત મારે કહેવાની છે તે રહી જશે. આ બધી વિગતો કદાચ અન્ય મહાનુભાવો તરફથી અને અન્ય પ્રકાશનોમાં પણ મળી રહેશે.
એક અર્થમાં કહું તો દરેક સંપ્રદાય એમને પોતાના માને, એમની વાત સાંભળે અને સ્નેહથી સ્વીકારે પણ ખરા. મને યાદ છે કે તેરાપંથના આચાર્ય શ્રી તુલસીજી અને એ સમયના યુવાચાર્ય શ્રી મહાપ્રજ્ઞજીએ એવું વિચાર્યું કે જૈન ધર્મના મહત્ત્વના પુસ્તક તરીકે ઇન્ટરનેશનલ સેક્રેડ લિટરેચર ટ્રસ્ટ'ની સિરીઝમાં જૈન ધર્મના પ્રથમ આગમ “આચારાંગ સૂત્ર'નો અનુવાદ પ્રગટ કરવો. અન્ય
47
નેમુ ચંદરયા