________________
પુખ્તવયે શિક્ષકની અસર જુદા પ્રકારની પડતી હોય છે. તે રીતે ડૉ. કુમારપાળ દેસાઈ અને ડૉ. ચંદ્રકાન્ત મહેતા જેવા સાહિત્યકાર અને શિક્ષકોનાં વ્યક્તિત્વની અસર મારા મન ઉપર સતત રહી. સાહિત્ય, શિક્ષણ, પત્રકારત્વ પ્રત્યે લગાવ વધતો ગયો. સાહિત્યકારો, શિક્ષણવિદો અને પત્રકારો સાથે પણ કોઈ ને કોઈ નિમિત્તે નાતો બંધાતો ગયો અને તે ઉત્તરોત્તર વધતો ગયો, કારણ કે તેમણે અમારા જેવા વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાનો સતત પ્રયત્ન કર્યો છે. વિદ્યાર્થીને પણ મિત્ર માનવાના કારણે ચર્ચા અને સમાનતાનો ભાવ અનુભવાતો. દાખલા-દલીલ સાથેનું તેમનું સંભાષણ રહેતું, જેના કારણે એકરૂપતા સધાય અને વિનાસંકોચે અમારી મુશ્કેલી અમે તેમને કહી શકતા.
નોકરી અને ઘરની જવાબદારીઓ સાથે પત્રકારત્વનું શિક્ષણ લેવાનું હોવાથી નિયમિત રહેવામાં ક્યારેક મુશ્કેલીઓ નડતી. પણ સહજતાથી આ મુશ્કેલીઓમાંથી વ્યવહારિક માર્ગ કાઢવામાં મહેતાસાહેબે અને દેસાઈસાહેબે જે સહકાર મને આપ્યો છે તે તો આજેય ભુલાય તેમ નથી. આજે પણ થાય છે કે હું તેમની જેમ સતત કાર્યશીલ રહું. આગળ વધવા માટે તેમણે હમેશાં મને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. વળી ઘણા તેજસ્વી વિદ્યાર્થીઓમાં ક્ષમતા હોય, પરંતુ આર્થિક પરિસ્થિતિ જો સારી ન હોય તો તેવા વિદ્યાર્થીઓને તેઓ આર્થિક મદદ કરવા ઉપરાંત તેમની રોજગારી અને અર્થ-ઉપાર્જનમાં પણ મદદરૂપ થાય છે તે હું જાણું છું.
ત્રણેક વર્ષ પહેલાં જ્યારે અન્ય મહાનુભાવોની સાથે કુમારપાળભાઈને વિશ્વ ગુજરાતી સમાજ તરફથી માના સભ્યપદ એનાયત કરવાનું હતું તે નિમિત્તે મેં તેમને ફોન કરીને મળવાનો સમય માંગ્યો. ત્યારે તેમણે મને કહ્યું કે આવી ઔપચારિકતાની કશી જરૂર નથી. તમે આ અંગેનો પત્ર મોકલી આપશો, તે મને રૂબરૂ મળ્યાતુલ્ય જ હશે. કુમારપાળભાઈની સહૃદયતા, સરળતા, સહજતા અને સંસ્કારિતા દિલને સ્પર્શી જાય છે. ઉત્તુંગ શિખરો સર કરવાનું સ્વપ્ન કોઈને પણ માટે આદર્શરૂપ બની રહે તેમ છે.
ભારતીય સંસ્કૃતિ અને જૈનદર્શન વિશેનાં એમનાં પ્રવચનોએ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. ઇંગ્લેન્ડ, અમેરિકા, પૂર્વ આફ્રિકા, કેનેડા, સિંગાપુર, બેલ્જિયમ, હોંગકોંગ જેવા દેશોમાં ધર્મવિષયક વૈશ્વિક પરિષદો વખતે કે પર્યુષણ દરમ્યાન તેમનાં વ્યાખ્યાનોએ વ્યાપક જિજ્ઞાસા જગાડી છે. ૧૯૯૩માં શિકાગોમાં અને ૧૯૯૯માં કેપટાઉનમાં યોજાયેલી પાર્લામેન્ટ ઑફ વર્લ્ડ રિલિજિયન્સમાં અને ૧૯૯૪માં વેટિકનમાં પોપ જોન પોલ (દ્વિતીય)ની મુલાકાત લેનાર પ્રતિનિધિમંડળના જેનદર્શનના વિચારક તરીકે ધર્મચર્ચા કરી હતી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનૉલોજી નામની વિશ્વવ્યાપી સંસ્થાના તેઓ ભારત ખાતેના કો-ઓર્ડિનેટર છે. સમાજ, ધર્મ અને રાષ્ટ્રને ઉપયોગી કામગીરી કરતા ડૉ. કુમારપાળ દેસાઈ શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ દ્વારા
384 નિત નવી ક્ષિતિજની ખોજ