SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ રાખે, એ જ રીતે અનેક મહારાજસાહેબો પાસે મેં આનંદઘનવિષયક ગ્રંથો એમની પાસે હાથપોથી તરીકે જોયા છે. જેઓ અધિકૃત છે કે આ વિષયની અંદર ઊંડા ઊતરેલા છે તેઓ પણ જેમના પ્રદાનને સંદર્ભ તરીકે ખપમાં લે એવું એમનું પ્રદાન છે. “આનંદઘન : એક અધ્યયનનું કામ માત્ર પીએચ.ડી. થીસિસ પૂરતું મર્યાદિત ન રહ્યું પ્રકાશિત પણ થયું. પરંતુ એ પછી પણ આનંદઘનવિષયક એમનો સ્વાધ્યાય સતત ચાલતો રહ્યો. મેં કોઈ પ્રસંગે એક એવું વ્યાખ્યાન મારા શોધાર્થીઓ સમક્ષ આપ્યું જેમાં મેં આનંદઘન વિશે મહાનિબંધ પછી કુમારપાળે જે લેખો લખ્યા છે અને કાળક્રમ પ્રમાણે ગોઠવીને સંશોધનમૂલક સામગ્રીની પ્રાપ્તિની વિગતો કહેલી. મેં જણાવેલું કે, એક પછી એક તેઓ શું કહે છે? છેલ્લે એમણે તુલનાત્મક રીતે મીરાં, કબીર, અખો વગેરેને આનંદઘનના વિચારો સાથે તુલના કરી છે. કંપેરેટિવ રિલિજિયસ સ્ટડીના ફિલ્ડમાં અત્યંત ઉપયોગી થઈ પડે એવું ગુજરાતનું જો ભારતને કંઈક તાજેતરનું પ્રદાન બતાવવું હોય તો કુમારપાળના આનંદઘનવિષયક તુલનાત્મક અભિગમથી લખાયેલા આ લેખો છે. એમનું ‘અપ્રગટ મધ્યકાલીન કૃતિઓ પણ એમની સંશોધનનિષ્ઠાનું સુંદર પરિણામ છે તો “શબ્દસંનિધિ', “ભાવનવિભાવન” અને “શબ્દસમીપમાં એમની વિવેચક તરીકેની સજ્જતા દૃષ્ટિગોચર થાય છે. એમણે કરેલ કૃતિલક્ષી સમીક્ષાઓ વિગતે તપાસવા જેવી છે. મણિલાલ નભુભાઈનું જીવનવૃત્તાંત’ વિશે લેખ હોય, ગુજરાતી, અંગ્રેજી, હિંદી, ઉર્દુ, આફ્રિકન સાહિત્ય, રશિયન સાહિત્ય એમ કુમારપાળ પેલા એમના વ્યાપક અભિગમને કારણે સાહિત્યિક અધ્યયન માટે પણ આવા વ્યાપક વિષયો પસંદ કરે છે. એમનું વિવેચન એક અધ્યાપક કેટલો ખુલ્લો હોવો જોઈએ એનું ઉદાહરણ છે. ભલે મધ્યકાલીન સાહિત્યને પોતાનું સ્પેશિયલાઇઝૂડ ફિલ્ડ માન્યું હોવા છતાં એમનો અભ્યાસ કેટલો વ્યાપક છે, એમના વિચારો કેટલા બહોળા છે, તેનો ખ્યાલ એ ત્રણે વિવેચનસંગ્રહમાંથી આવે છે. સંશોધન-વિવેચન ઉપરાંત પત્રકારત્વક્ષેત્રે પણ એમનું પ્રદાન ઉલ્લેખનીય ગણાશે. એમનું અખબારી લેખન' પત્રકારત્વના વિદ્યાર્થીઓ માટે હાથપોથી ગણાયું છે. “સાહિત્ય અને પત્રકારત્વ' નામનું સંપાદન પણ મહત્ત્વનું છે. આમ, સંશોધન, વિવેચન અને પત્રકારત્વ ક્ષેત્રનું તેમનું કાર્ય પણ ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં મહત્ત્વનું સ્થાન અને માન પ્રાપ્ત કરે એ કોટિનું જણાયું છે. કુમારપાળના ચરિત્રસર્જન, બાળસાહિત્યસર્જન, સંશોધન-વિવેચન-પત્રકારત્વ ક્ષેત્રના પ્રદાન અને જૈન ધર્મસંસ્કૃતિમૂલક સાહિત્યના પ્રદાન ઉપરાંત અનુવાદ કે વિવિધ પ્રકારનાં સંપાદનોના ગ્રંથો પણ વિપુલ માત્રામાં છે. એમનાં અંગ્રેજી ભાષામાં પ્રકાશિત પુસ્તકો પણ દસેક 33 બળવંત જાની
SR No.032363
Book TitleShabda Ane Shrut
Original Sutra AuthorN/A
AuthorPravin Darji, Balwant Jani
PublisherVidyavikas Trust
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy