________________
મૂકવાં અને એથી સરસ રીતે આખી વસ્તુ સમજાવવી કે જેનેતર લોકો પણ અત્યંત સરળતાથી, સહજતાથી જૈન ધર્મના જ્ઞાનવારસાને સમજી શકે – પચાવી શકે અને કોઈને સમજાવી શકે. અધિકૃત રીતે જૈન સિદ્ધાંતોને સમજાવવામાં જૈનમુનિ મહારાજસાહેબોને પણ પ્રશ્નો થતા હોય છે કારણ કે અનેક ફિરકાઓના અનેક પ્રશ્નો છે, અનેક મતો છે, પણ કુમારપાળ તો સમન્વયવાદી છે. દરેક ફિરકાના સમન્વયનાં સૂત્રોને લઈને બિનવિવાદાસ્પદ બાબતને પકડીને ચાલતા હોય છે. શ્રીમદ્ રાજચંદ્ર વિશેના એમના ગ્રંથને શ્રીમદ્ભા અનુયાયીઓ પણ અધિકૃત માને છે. એમાં જે દૃષ્ટાંતો પસંદ કર્યા છે અને અધ્યાત્મભાવ વિષયને સરળ રીતે સમજાવવા માટે શ્રીમદ્ભા વિચારો અને હસ્તાક્ષરો મૂકવા કે શ્રીમદ્ભા પ્રસંગો મૂકવા એ બધામાંથી એમની ઊંડી સૂઝ પ્રગટે છે.
શ્રીમદ્ રાજચંદ્રની અહિંસાની પરાકોટિ શેમાંથી પ્રગટે છે એ માટે એક ઉત્તમ દૃષ્ટાંત મૂક્યું છે. શ્રીમદ્ રાજચંદ્ર શાક સમારતા હતા અને એમની આંખોમાંથી આંસુ જતાં હતાં. શ્રીમદ્ રાજચંદ્રનો અદશ્ય પ્રતિની અહિંસાનો સૂક્ષ્મ ભાવ અનુભવાય અને કોઈને કહી શકતા નથી એટલે રડે છે. આ વાત કુમારપાળે માર્મિક રીતે બતાવી આપી. ક્યાંક ખૂણેખાંચરે પડેલી અત્યંત હૃદયસ્પર્શી બાબત પકડવી, એની આજુબાજુ આખી વસ્તુને વણવી અને વ્યક્તિત્વને એવી રીતે વળોટ આપીને આપણી સમક્ષ રજૂ કરવી કે શ્રીમતું ખરું વ્યક્તિત્વ આપણા ચિત્તમાં પ્રવેશે. આપણે પણ એના અનુયાયી થઈ જઈએ. આપણે પણ એમના સાહિત્યના અભ્યાસી થઈ શકીએ એ પ્રકારની વૃત્તિ આપણામાં જગાવે એ રીતે વિષયને નિરૂપવાનું કૌશલ્ય કે આવડત મને અત્યંત સરાહનીય લાગ્યાં છે. એ પ્રકારના તો અનેક ગ્રંથો છે. એ ગ્રંથો પણ કુમારપાળનું ખરા અર્થમાં જૈન સાહિત્યમાં સૌથી મોટું પ્રદાન બની રહેશે.
કુમારપાળ સાહિત્યક્ષેત્રમાં સત્ત્વશીલ અને અધિકૃત પ્રકારનું કામ કર્યું છે અને એ ખૂબ જ મહત્ત્વનું પણ છે. એ કારણે કે આ વિષયનાં કામો ખૂબ ઓછાં થાય છે. બાલાવબોધ કે ટબા સંપાદન કરવાનું કામ ભોગીલાલ સાંડેસરા અને કે. કા. શાસ્ત્રી પછી લગભગ કોઈ અધ્યાપકને આજ સુધી સૂક્યું નથી. એમાં જે ગદ્ય છે, એની ભાષા છે – એનો બહુ અભ્યાસ થયો નથી – અમે અને ભાયાણીસાહેબ મારા “ભરતેશ્વર બાહુબલિરાસના સંપાદનની ચર્ચા કરતા હતા ત્યારે તેમની પાસે કુમારપાળનો સંપાદિત “જ્ઞાનવિમલસૂરિકૃત સ્તબક' નામનું સંપાદન અને અજિતશાંતિ સ્તવનનો બાલાવબોધ એ ગ્રંથો હતા. મેં કહ્યું કે, “કેમ સાહેબ, આ ગ્રંથો લીધા છે ?” તો કહે “એટલા માટે કે માત્ર પદ્યનાં રૂપોને આધારે ગુજરાતી ભાષાનું ઐતિહાસિક વ્યાકરણ સમજવું કે રચવું બરાબર નથી. બધું નહીં કહી શકીએ. ખરી રીતે તો વ્યાકરણનો પૂરો પરિચય ગદ્ય દ્વારા થાય છે. કવિતામાં તો કોઈક કારણોસર છંદને કારણે. અમુક પ્રકારના વાક્યપ્રયોગ કર્યા હોય પરંતુ ગદ્યમાં ખરું રૂપ હોય છે. આ બાલાવબોધમાંથી કે ટબામાંથી એવાં ઘણાં રૂપો મળે છે એટલે જોઉં છું.” આવા મોટા ગજાના વિશ્વવિખ્યાત વિદ્વાનો જેમના ગ્રંથને હાથપોથી તરીકે
32
ગરિમા અને ગરવાઈ