SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ તેમનામાં રહેલ એક સફળ સાહિત્યકારની પ્રતિમા આંખ સમક્ષ ઊપસતી ગઈ. પુસ્તકમાં જે મહેનતથી તેમણે મહેતાસાહેબના ચરિત્રનું નિરૂપણ કર્યું તે વાંચીને અમારા કુટુંબના સભ્યો જ નહીં, પરંતુ જેણે જેણે એ પુસ્તક વાંચ્યું તેમને ખ્યાલ આવ્યો કે મહેતાસાહેબ ફક્ત ઉદ્યોગપતિ જ નહીં, પરંતુ સમાજના એક શ્રેષ્ઠતમ દાનવીર અને માનવતાવાદી વ્યક્તિ હતા. તે ખ્યાતિ આ ચરિત્ર પરથી આવ્યો. કુમારપાળભાઈ કહેતા કે પૈસા કમાવવા, એકઠા કરવા તે અગત્યનું નથી, પરંતુ કમાયેલી લક્ષ્મીનો સદુપયોગ કરવો તે અગત્યનું છે. અને તે મહેતાસાહેબે વિવિધ ક્ષેત્રોમાં દાનની ગંગા વહેવડાવીને સિદ્ધ કરી બતાવ્યું છે. આમ સાહિત્ય, શિક્ષણ, પત્રકારત્વ, ધર્મદર્શનના ક્ષેત્રે યશસ્વી કામગીરી કરનાર ડૉ. કુમારપાળભાઈ જાણે કુટુંબના જ એક સદસ્ય હોય તેવી લાગણીના દોરમાં અમે બંધાઈ ગયાં છીએ. મહેતાસાહેબના અવસાન બાદ ડૉ. કુમારપાળભાઈએ અમારા કુટુંબ સાથે લાગણીનો એ જ સિલસિલો જાળવી રાખ્યો છે. જ્યારે પણ મેં તેમને કોઈ પ્રસંગ માટે કે કોઈ સલાહ માટે વાત કરી હોય તો તરત જ હાજર થઈ જાય અને હૃદયના એ જ ઉમળકાથી વાતો કરવા બેસી જાય. આજે ભારતભરમાં જ નહીં, પણ દેશવિદેશમાં જેના જેવી અનેક સંસ્થાઓ સાથે તેઓ સંકળાયેલા છે. વિદેશમાં અવારનવાર જઈને જૈન ધર્મની ફિલોસોફીને સહુને સાચી રીતે સમજાવી શક્યા હોય તો તો તેનો યશ શ્રી કુમારપાળભાઈને જ આપવો યોગ્ય ગણાશે. આમ આજના એક અનોખા સાહિત્યકાર, અજોડ પત્રકાર અને જૈન તત્ત્વજ્ઞાનના બેનમૂન ચિંતક સાથે વાત કરવા બેસો તો તમને લાગે પણ નહીં કે તેમણે આટલી સિદ્ધિઓ હાંસલ કરી છે. તેમની વાતોમાં ગર્વનો કોઈ દિવસ છંટકાવ નહીં. આટલાં ઉન્નત શિખરો સર કર્યા પછી પણ તેમની એ જ સાદગી એમના પ્રત્યે માનથી જોવા લલચાવે છે. તેમની એ મૃદુ ભાષા આપણને તેમના સમીપ લઈ જવા એક કેડી બની રહે છે. આવા ડૉ. કુમારપાળભાઈને પદ્મશ્રી'નો એવોર્ડ આપીને ભારત સરકારે જે બહુમાન કર્યું છે તેના તેઓ સાચા હકદાર છે અને અમારાં સૌનું એ સ્વપ્ન સફળ બનતું આપણે સૌ જોઈ રહ્યાં છીએ. જ્યારે આપણા સ્વજન કે જેમને આપણે ખૂબ નજદીકથી ઓળખીએ છીએ તેવી વ્યક્તિને આવો પ્રતિષ્ઠિત એવોર્ડ અપાય ત્યારે અપ્રતિમ રોમાંચ પ્રસરી જાય છે. છેલ્લે હજુ પણ સાહિત્ય, પત્રકારત્વ જેવાં વિવિધ ક્ષેત્રોમાં દિન-પ્રતિદિન આગવી સફળતા હાંસલ કરતા રહે તેવા અંતરના આશીર્વાદ. ધાર્મિક, સાંસ્કૃતિક અને આરોગ્યલક્ષી ક્ષેત્રોમાં આર્થિક સહયોગ આપનાર, અનેકવિધ સામાજિક સંસ્થાઓના રાહબર તથા ટૉરન્ટ ગ્રૂપના સ્થાપક શ્રી યુ. એન. મહેતાનાં પત્ની 172 આગવા સ્નેહી-સ્વજન
SR No.032363
Book TitleShabda Ane Shrut
Original Sutra AuthorN/A
AuthorPravin Darji, Balwant Jani
PublisherVidyavikas Trust
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy