________________
સંશોઘનપૂર્ણ
વિવેચન
આપણે ત્યાં સાંપ્રત સાહિત્યની જેટલી અભિજ્ઞતા જોવા મળે છે, તેટલી પ્રાચીન કે મધ્યકાલીન સાહિત્ય વિશે નથી દેખાતી, આથી અર્વાચીન સાહિત્યનાં સમીક્ષાત્મક અધ્યયનો થાય છે, તેની તુલનામાં મધ્યકાલીન સાહિત્ય વિશેનાં સંશોધનાત્મક અધ્યયનો પણ ઓછાં થાય છે. ખરેખર, એ ક્ષેત્રમાં કર્તાલક્ષી કે કૃતિલક્ષી સંશોધનને ઘણો અવકાશ છે.
આ પરિસ્થિતિમાં ડૉ. કુમારપાળ દેસાઈનું પુસ્તક “આનંદઘન : જીવન અને કવન જોતાં સહેજે આનંદ થાય છે. ડૉ. દેસાઈએ આ જેને કવિ વિશે સમગ્રદર્શી સંશોધનાત્મક અભ્યાસ કર્યો છે. એમનો શોધપ્રબંધ આ વિષય પર લખાયેલો છે, પણ પછીથી જે કેટલુંક સંશોધન થયું તે મુદ્દાને અનુલક્ષીને તથા કબીર, મીરાં, અખો જેવાં સંત ભક્તકવિજનો સાથે આનંદઘનની તુલના કરતાં જે લેખો લખાયા તે પ્રસ્તુત ગ્રંથમાં સમાવિષ્ટ કર્યા છે.
મધ્યકાલીન સંતકવિનું અધ્યયન કરતાં સૌ પ્રથમ સમસ્યા આવે એના સમયનિર્ણયની. આપણા સંતકવિઓ પોતાના વિશેની માહિતી પણ ભાગ્યે જ એમનાં સર્જનોમાં આપે છે, તેથી એમની જીવનરેખા તારવવી પણ મુશ્કેલ બને. અહીં ડૉ. કુમારપાળે આનંદઘનજીના સમયનિર્ણય માટે, એમના જીવનની નક્કર વિગત મેળવવા માટે તેમજ એમના
ભાનુપ્રસાદ પંડયા