________________
આવતો-જતો હશે, પણ એ પ્રસંગો તે કદી ભૂલ્યો નથી. અવારનવાર એ ઋણ તે યાદ કરતો હોય છે. કોઈ નાના સત્કાર્યને પણ તે મહિમાવંતું ગણાવે એવો સાલસ તેનો સ્વભાવ છે.
કુમારપાળ અમારી કૉલેજમાં અભ્યાસનિષ્ઠ હતો તે દરમ્યાન એના પિતા બાલાભાઈ દેસાઈ ‘જયભિખ્ખું ગાંધી રોડ પર ફુવારા પાસે આવેલા શારદાપ્રેસમાં બેસતા. મારે કંઈક કામસર એ સમયમાં બેત્રણ વાર શારદા પ્રેસમાં જવાનું બનેલું. ત્યાં કુમારપાળના પિતાનો સંપર્ક થયો. એમના સૌજન્યની અને મિલનસાર સ્વભાવની મારા પર તરત અસર પડી. એમણે કુમારપાળની જાણે મને સોંપણી જ કરી દીધી. એમનું પુસ્તક પણ ભેટ આપ્યું. એનું નામ તો અત્યારે યાદ નથી, પણ કવિ સુંદરમે પણ એમની વાર્તાકલાની પ્રશંસા કરી હોવાનું યાદ છે. મેં પણ “બુદ્ધિપ્રકાશમાં એ વિશે લખ્યું હતું એનુંય ઝાંખું સ્મરણ છે.
કૉલેજમાં સહુ અધ્યાપકોની ચાહના મેળવી એ ટી.વાય.બી.એ.ની પરીક્ષામાં ઝળહળતા પરિણામ સાથે ગુજરાત યુનિવર્સિટીમાં એમ.એ.માં દાખલ થયો અને ત્યાંય એનું હીર ઝળકી ઊઠ્યું. ગુજરાતના એક ઉત્તમ અધ્યાપક અને તેના પિતાના પરમ મિત્ર ડૉ. ધીરુભાઈ ઠાકરે તેના સાહિત્યરસને પોષ્યો, તેની અધ્યયનનિષ્ઠાને તેજસ્વી બનાવી. એમનું ઋણ એ કદાપિ ભૂલ્યો નથી. ભૂલી જશે પણ નહિ. એના સ્વભાવની કહો કે એના વ્યક્તિત્વની કહો, આ જ વિશેષતા છે.
કુમારપાળના પિતા ધર્મનિષ્ઠ અને ધર્મતત્ત્વના સન્નિષ્ઠ વિચારક હતા. ગુજરાત સમાચારમાં એમની કટાર ઈટ અને ઇમારતમાં એમણે જે મનન કરીને પ્રાપ્ત કરેલું, અનુભવેલું ધર્મતત્ત્વ પ્રકાશિત થતું હતું. હજારો વાચકો એમની કટારના રસિયા વાચક હતા. એવા ધર્મપરસ્ત અને સામાજિક કાર્યકર પિતાનો વારસો કુમારપાળને મળ્યો હતો અને એ વારસો તેણે ઉજ્વળ કરી બતાવ્યો છે.
કુમારપાળના પિતાના અવસાન પછી ગુજરાત સમાચાર'ના તંત્રી શ્રી શાંતિલાલ શાહના આગ્રહથી પિતાની કૉલમ “ઈંટ અને ઇમારત” તેણે શરૂ કરી, પણ એણે તો કલમને વિવિધ માર્ગે વિહરતી કરી મૂકી. કુમારપાળની કટારમાં અધ્યાત્મ તો ખરું જ. ધર્મલક્ષી પ્રેરક પ્રસંગોય ખરા, પણ આશ્ચર્ય એ વાતનું કે એણે ક્રિકેટની રમત વિશે એ જ અખબારમાં રસિક આલોચના કરવા માંડી. કુમારપાળ કેટલીય ક્રિકેટ મેચો જાણે રમી ચૂક્યો હશે, કેટલીય ટીમોના સંપર્કમાં આવ્યો હશે – એવી હેસિયતથી એણે ક્રિકેટના ક્ષેત્રમાં કલમને ફળવતી બનાવી. પણ એટલેથીય એની કલમ વિરમી નહિ. એની કૉલમમાં શેર-શાયરીએ પણ વાચકોને મુગ્ધ કરી દીધા. પિતાની જેમ ધર્મ વિશેના વિચારોનો પ્રવાહ પણ એની કલમમાંથી આજ સુધી વહેતો રહ્યો છે. એની કલમ બહુરૂપિણી હતી અનેક રૂપે વિહરતી. એણે સાહિત્યના ક્ષેત્રમાંય ગતિ કરવા માંડી.
બાલસાહિત્યનાં કિશોરોને પ્રેરક નીવડે તેવા સંખ્યાબંધ વાર્તાસંગ્રહો અને ઉત્તમ
16
ગુજરાતની અસ્મિતા