________________
'કમ સાહેબ, મઝામાં? હું કુમારપાળ બોલું
ગુજરાતની
અંરમતા
“અરે, તું? હવે તો ક્યાંય જોવા નથી મળતો ! તું હવે આંતરરાષ્ટ્રીય વ્યક્તિ – વક્તા – થઈ ગયો, પછી ક્યાંથી દેખાય?’ – હું એકદમ વરસવા માંડું.
ત્યાં એનો નમ્ર, મધુર સાદ ફરી સંભળાય : સાહેબ ! એવું તે હોય? કાંઈ પણ કામ પડે ત્યારે કહેજો... દોડી આવું છું કે નહિ ?”
આ પ્રકારનો સંવાદ ટેલિફોન પર અવારનવાર અમારી વચ્ચે ચાલ્યા કરે.
અને ખરેખર, એના ઉદ્ગાર ઔપચારિક, ઠાલા ન હોય. જ્યારે પણ મને કશીક કામ પતાવવાની તકલીફ હોય, એની મદદની, ઓળખાણોની જરૂર પડી હોય ત્યારે એ અવશ્ય અમારી મદદે અમારું કામ પતાવવા આવી જ રહ્યો છે. એ નિષ્ઠા એનો એક મોટો ગુણ છે.
પણ આ નિષ્ઠાનું કારણ ? ખાસ કશું નહિ. એચ. કે. કૉલેજમાં પ્રાધ્યાપક તરીકેના મારા વ્યવસાય દરમ્યાન એ ગુજરાતી વિષય લઈને અભ્યાસ કરતો હતો. અમારી કોલેજમાં એ સંપર્કનાં, નિષ્ઠાનાં બીજ વવાયાં. એક સૌમ્ય, કંઈક શરમાળ, અત્યંત વિવેકી અને સ્વાધ્યાયરત વિદ્યાર્થી તરીકે માત્ર મારા પર જ નહિ, બીજા પ્રતિષ્ઠિત અધ્યાપકો - નગીનદાસ પારેખ તેમજ આચાર્ય યશવંત શુક્લ ઉપર પણ તેણે સારી છાપ પાડી. આ અભ્યાસકાળ દરમ્યાન અમારે ઘેર ક્યારેક માર્ગદર્શન માટે
મઘુસૂદન પાખ
15