________________
શબ્દસમીપના લેખોનો વ્યક્તિત્વ અને વામય' નામથી એક અલગ ખંડ છે. તેમાં ૧૧ જેટલા સાહિત્યકારોનો વિશિષ્ટ શૈલીમાં પરિચય અને એમનું મૂલ્યાંકન છે. કુમારપાળની એક વિશેષતા “શીર્ષકો શોધી કાઢવાની છે. આ વિભાગમાં તેઓ દરેક સાહિત્યકાર વિશે એક વિશેષણ શોધી કાઢી એ દ્વારા એના વ્યક્તિત્વના પ્રમુખ અંશનો નિર્દેશ કરી દે છે. જેમકે રણજિતરામ વાવાભાઈ માટે ગુજરાતી અસ્મિતાના દ્રષ્ટા', મુનિ પુણ્યવિજયજી માટે પારગામી વિદ્વત્તા, મોહનલાલ દલીચંદ દેસાઈ માટે “ભુલાયેલો ભેખધારી કે પંડિત સુખલાલજી માટે જ્ઞાનોપાસક અને જીવનસાધક’ કે ‘દર્શક’ની ચિરવિદાયને સંસ્કૃતિપુરુષની વિદાય' – આ રીતે તે તે સર્જકના વ્યક્તિત્વ કે ઉપલબ્ધિને રેખાંકિત કરી આપે છે. “શબ્દસમીપના આ ખંડમાં આત્મીયતાનો રણકો સાંભળવા મળે છે, એ સાથે તે તે સાહિત્યકારમનીષીના પ્રદાનનો પરિચય પણ.
શબ્દસમીપના પ્રકાશન પ્રસંગે આ લેખકમિત્રને મારા હૃદયનાં અભિનંદન આપું છું.*
* શ્રી કુમારપાળ દેસાઈને ધનજી કાનજી સુવર્ણચંદ્રક અપાયો તે પ્રસંગે થયેલ “શબ્દસમીપ'ના વિમોચન વિશેનું વક્તવ્ય ફેરફાર અને અભિવૃદ્ધિ સાથે.
14
કુમારપાળની સમીપ - શબ્દસમીપ