SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ અનુભૂતિ થાય છે. માટે જ તેમના જીવન-વ્યક્તિત્વના પાયામાં ખમીર અને ખુમારી કોઈને પણ સ્પર્શી જાય તેવાં છે. હું નવગુજરાત કૉમર્સ કૉલેજમાં ભણતો. આર્ટ્સના મિત્રો મળતા ત્યારે કુમારપાળ દેસાઈના સફળ અને સારા પ્રાધ્યાપક તરીકે વખાણ કરતા. અમે કેટલાક મિત્રો તેમના ગુજરાતી વિષયના પીરિયડમાં કોમર્સમાં હોવા છતાં આર્ટ્સ ફેકલ્ટીમાં પહોંચી જતા. એક નિષ્ઠાવાન પ્રાધ્યાપક તરીકે ગુરુ-શિષ્યના સંબંધો કેવા હોય તેની મીઠાશ અમને તેમની પાસેથી માણવા મળતી હતી. સરળતા તો કુમારપાળભાઈના જીવન સાથે વણાયેલો વણલખ્યો નિયમ છે તેની પ્રતીતિ વિદ્યાર્થી જીવનમાં અનુભવેલી, એક વખત પીરિયડ પૂરો થતા રિસેસ પડતાં અમે કેટલાક વિદ્યાર્થીઓ લૉબીમાં જ વિષયની ચર્ચામાં ઊતરી ગયા. પ્રા. કુમારપાળભાઈ ત્યાંથી પસાર થતા હતા તે ઊભા રહી ગયા અને સમજી લ્યો કે અમને ત્યાં જ ભણાવવા બેસી ગયા. તેઓ માત્ર વિષયને પરીક્ષા માટે ભણાવવાનું ધ્યેય નહોતા રાખતા પણ વિષય સમજવો, સમજાવવો અને જીવનમાં ઉતારવો તેની ભાષા અને પરિભાષા સમજાવતા. વિદ્યાર્થી જીવનમાં કુમારપાળભાઈને અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં ગુજરાતીમાં ક્રિકેટની કોમેન્ટ્રી આપતા જોવા એ અભુત લ્હાવો અમે માણ્યો છે. માન્યતા એવી કે ક્રિકેટની કોમેન્ટ્રી અંગ્રેજીમાં જ આપી શકાય કારણ તેના ટેકનિકલ શબ્દપ્રયોગો તે ભાષામાં છે ત્યારે આ પડકારને ઉપાડી કુમારપાળભાઈએ ગુજરાતી ભાષા પરના પોતાના પ્રભુત્વ અને આગવી છટાથી સૌને તે જમાનામાં મોહિત કરી દીધા હતા. તેઓની રમતનું મેદાન' કૉલમથી રમતગમતમાં ગુજરાતી યુવાનોને રુચિ પેદા કરવાની હોય કે “ઈટ અને ઇમારતથી અનેકના જીવનમાં વીરતા, શૂરવીરતા અને ઇતિહાસનાં સુવર્ણ પૃષ્ઠોને આલેખવાનું શ્રેય કુમારપાળભાઈને જાય છે. મારા જીવનમાં બચપણથી હું જેમને પરોક્ષ રીતે જાણતો થયો, યુવાનીમાં તેમને પ્રાધ્યાપક તરીકે જાણ્યા તો સાહિત્યકાર તરીકે માણ્યા થોડા દૂરથી થોડા નજદીકથી. એ જ વ્યક્તિ સાથે ખૂબ જ નજદીકથી મિત્રાચારી બંધાઈ જ્યારે હું ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ બન્યો. તેઓ જૈન અગ્રણી તરીકે સૌ આગેવાનો સાથે આવતા, મળતા થયા. મેં તેમને સાહિત્યિક, સામાજિક અને સંસ્કારલક્ષી વિવિધ પ્રવૃત્તિના વિકાસ વિશે ચિંતા અને ચિંતન કરતાં ખૂબ જ નજદીકથી નિહાળ્યા છે. તેમના જીવનના બે મહત્ત્વના ગુણો–નિરાભિમાનીપણું અને સ્વાભિમાન–નાં દર્શન અને તેમની નજદીક આવવાથી જાણવા અને જોવા મળ્યાં. સાચી વાત સંસ્કારી ભાષામાં ગમે તેને કહેવી તેમાં ક્યાંય પાછી પાની ન કરવી – આ રીતે કાર્યરત મેં કુમારપાળભાઈને જોયા છે. સરકાર પાસેથી પણ રજૂઆતમાં દીર્ધદષ્ટિપૂર્ણ રીતે તમામ તાર્કિક મુદ્દાઓ સાથે પોતાની વાત રજૂ કરતાં 184 પાળ જેને બાંધી ન શકે તેવા
SR No.032363
Book TitleShabda Ane Shrut
Original Sutra AuthorN/A
AuthorPravin Darji, Balwant Jani
PublisherVidyavikas Trust
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy