________________
પાળ જેને બાંધી
ન શકે તેવા
કુમારપાળ, કુમારપાળ જ છે. એક ઐતિહાસિક મહાપુરુષ જેણે શાસ્ત્રો અને સાહિત્યને હાથીની અંબાડીએ શોભિત કરી સન્માન કર્યું તો બીજા સાહિત્યને સર્જનાર. એક પ્રજાપ્રેમી રાજા તો બીજા સાહિત્યપ્રેમી રાજા. એક ભૂતકાળ તો બીજા વર્તમાન. ભૂતકાળ યશસ્વી છે, ભુલાય તેવો નથી તો વર્તમાન વાગોળ્યા કરવાનું મન થાય એવો છે. વ્યક્તિ ધારે તો જીવનમાં મહારાજા બની શકે છે. ભૂતકાળના કુમારપાળને રાજપાટ વારસામાં મળ્યા તો સુશાસન દ્વારા ધર્મપ્રેમી રાજા બન્યા – તો આપણા કુમારપાળને પિતા જયભિખ્ખનું સાહિત્યસર્જન વારસામાં મળ્યું તે સર્જનને હિમાલયની ટોચે પહોંચાડનાર સર્જક બની ધર્મદર્શન માટે ઉલ્લેખનીય પ્રદાન કર્યું.
મારા જીવનમાં કોઈ સાહિત્યસર્જકનો બચપણમાં પરોક્ષ પરિચય થયો હોય અને આગળ જતાં ખૂબ નજદીકથી પ્રત્યક્ષ પરિચય થયો હોય તો તે કુમારપાળ દેસાઈ સાથે થયો છે. બાળપણથી વાંચવાનો શોખ. ‘ઝગમગ' પ્રિય બાલસાપ્તાહિક. કુમારપાળ દેસાઈલિખિત ત્યાગ, શૌર્ય, બલિદાન અને વીરતાની વાતો બાળકોમાં દેશભક્તિના સંસ્કાર સીંચતી. તેમને પિતા પાસેથી વારસામાં મળેલાં ખમીર અને ખુમારીનાં દર્શન આજ ૬૨ વર્ષની વયે પણ એવાં જ થાય છે. અઘરું જ નહિ પણ અશક્ય લાગતું આ સત્ય ખરેખર સત્ય જ છે તેની કુમારપાળભાઈના સંપર્કમાં આવનાર દરેકને
થી૨ભાઈ શાહ
183