________________
મેં ત્યારે અનુભવ્યા જ્યારે તેઓ ર૬૦૦મી ભગવાન મહાવીર જન્મકલ્યાણક ઉજવણી અંગે
અહિંસા યુનિવર્સિટીના અભ્યાસક્રમની રજૂઆત કરી રહ્યા હતા. અડચણો છતાં અડગ રીતે આગળ વધી શકાય છે એ હકીકત તેમનામાં રહેલ આંતરિક શક્તિનાં દર્શન કરાવે છે.
કુમારપાળભાઈ ખૂબ સારા વક્તા છે. ભારતીય સંસ્કૃતિ, જેના દર્શન અને જૈન સાહિત્યના અભ્યાસી છે. તેમનો પોતાનો એક આગવો શ્રોતાવર્ગ ગુજરાત, ભારત અને વિદેશમાં ઊભો થયેલ છે જેની અનુભૂતિ મને અનેક કાર્યક્રમો વખતે થઈ છે. અમે નૉર્થ અમેરિકાની ૬૩ જેને સેન્ટરોના ફેડરેશનની સંસ્થા જૈના'ના સંમેલનમાં ગયા હતા. કુમારપાળ પ્રવચન કરવા ઊભા થયા. આખોય હૉલ ચિક્કાર ભરાયેલ. નવયુવાનોથી માંડી વડીલો સુધીના તમામે તેમને ભરપેટ સાંભળ્યા. તાળીઓના ગડગડાટથી વધાવતા રહ્યા અને છેલ્લે તમામે ઊભા થઈને તેમને (Standing Ovation) સન્માન આપ્યું. આ રીતે તેમણે અમેરિકા, ઇંગ્લેન્ડ, પૂર્વ આફ્રિકા, કેનેડા, સિંગાપોર, બેલ્જિયમ, હોંગકોંગ, મલેશિયા, ઇન્ડોનેશિયા જેવા વિવિધ દેશોમાં પર્યુષણ નિમિત્તે તેમજ પરિસંવાદ આદિ નિમિત્તે આપેલાં વ્યાખ્યાનો ખૂબ પ્રશંસા પામ્યાં છે.
૧૯૯૦માં બકિંગહામ પેલેસમાં ડ્યૂક ઑફ એડિનબરો પ્રિન્સ ફિલિપને જૈન સ્ટેટમેન્ટ ઓન નેચર' અર્પણ કરવા ગયેલ પાંચ ખંડના જૈન પ્રતિનિધિ મંડળમાં તેઓ હતા. તો વળી “વર્લ્ડ પાર્લામેન્ટ ઑફ રિલિજિયન્સમાં શિકાગો તથા દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં સક્રિય ભાગ લીધેલ; તો વળી વૅટિકનમાં પોપ જ્હોન પૉલ (દ્વિતીય)ની મુલાકાત દરમ્યાન ધર્મદર્શન વિશે સાર્થક ચર્ચા કરી હતી. “ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજી નામની વિશ્વવ્યાપી સંસ્થાના તેઓ ભારત ખાતેના કો-ઑર્ડિનેટર અને ટ્રસ્ટી છે. આધુનિક યુગમાં જેનિઝમને સીમાડાઓ પાર કરાવનાર અભ્યાસુ, તેજસ્વી અને વિચક્ષણ વ્યક્તિ તરીકે કુમારપાળભાઈએ ઇતિહાસમાં પોતાનું આગવું સ્થાન અને પ્રતિભા પ્રસ્થાપિત કર્યા છે. રાષ્ટ્રીય કક્ષાએ પદ્મશ્રીથી સન્માનિત થતાં તેમણે ગુજરાતના ગૌરવને વધાર્યું છે.
તેમની સૌથી મોટી મૂડી તેમનું સહજ અને સ્નેહાળ સ્મિત છે. એક ટીવી-ઇન્ટરવ્યુ આપવા ગયો ત્યારે ઇન્ટરવ્યુ લેનારે કહ્યું, “સાહેબ, સહજ સ્મિત કરો.” મારાથી પુછાઈ ગયું: ‘કેવું?” તેણે કહ્યું, ‘કુમારપાળ દેસાઈ જેવું. તેમનું સ્નેહસ્મિત નાનાથી મોટા સૌને સ્પર્શી જાય તેવું છે. તેમના જીવનમાંથી જીવન જીવવાની કળા તેઓ પ્રસન્ન વ્યક્તિત્વ અને પ્રેમપૂર્વકના ઉષ્માપૂર્ણ વ્યવહારથી તેમના પરિચયમાં આવનાર સૌને શીખવી જાય છે. કુમારપાળ દેસાઈ જીવનમાં મિત્ર તરીકે મળ્યા તેને હું મારું સૌભાગ્ય સમજું છું અને ગૌરવ અનુભવું છું.
185 ધીરુભાઈ શાહ