________________
એમનો સૌથી શ્રેષ્ઠ ગુણ નમ્રતાનો. જ્યારે જ્યારે સામા મળે ત્યારે “કેમ બહેન ! કેમ છો ?” આ આવકાર એવો તો મીઠો અને લાગણીસભર હોય કે સ્વજનની પ્રતીતિ કરાવે.
કોઈ સમારંભમાં જઈએ, ત્યાં પણ તરત જ આગળ આવીને પૂરા વિવેકથી આદર સાથે આવો બહેન કહી બોલાવે. આ એમનું સૌજન્ય હૃદયને સ્પર્શી જાય – આ એમનો બીજો ગુણ જે બહુ જ ઓછા લોકોમાં જોવા મળે છે.
એમનો ત્રીજો ગુણ છે મોટાઈનો અભાવ અને નમ્રતાનો ભાવ. કોઈ એમને આવકારે, બોલાવે, માન આપે એવું એમનામાં છે જ નહિ. કોઈ પણ સમારંભમાં મુખ્ય વક્તા હોય ત્યારે ઘણીયે વાર મેં જોયું છે કે તેઓ ચૂપચાપ આવીને શાંતિથી બેસી જાય. જો કોઈ એમને માનભેર બોલાવવા આવે ત્યારે પણ તેઓ “ઠીક છે, બરોબર છે” – બસ એટલું જ બોલીને જે જગ્યાએ સ્થાન લીધું હોય ત્યાં બેસી રહે અથવા તો તેમની સાથે તેઓ જઈ જ્યાં બેસાડે ત્યાં બેસી જાય.
એમનો ચોથો ગુણ નિયમિતતા. કોઈ પણ કાર્યક્રમમાં નિયમસર એમની હાજરી હોય જ. ગળાબૂડ કામમાં હોવા છતાં એમનું હકારાત્મક વલણ દાદ માંગી લે છે. જ્યારે જ્યારે કોઈ સેમિનાર કે વ્યાખ્યાન માટે આમંત્રણ આપવા જાઉં ત્યારે તેનો એમણે સ્વીકાર કર્યો છે. “આવીશ, જરૂર આવીશ. પણ મને થોડો સમય આપશો ?” અને એ પ્રમાણે નાનકડાં સ્ત્રીમંડળોમાં પણ જ્યારે એમને બોલાવવામાં આવ્યા હોય ત્યારે પ્રેમથી આમંત્રણ સ્વીકારી લે. અને, માત્ર ટેલિફોન ઉપર પણ કહીએ તો કહેશે “હું આવી જઈશ. ધક્કો ન ખાશો.” ને સમય પ્રમાણે તે જાતે હાજર થઈ જ જાય.
જૂના સંબંધોને સાચવી રાખવાનો પણ એક વિશિષ્ટ ગુણ એમનામાં છે. દરેક પ્રસંગોમાં યાદ કરે છે. એટલું જ નહિ પણ કાર્ડમાં ‘જરૂર આવજો” એવા એમના હસ્તાક્ષર પણ હોય જ. તદુપરાંત જ્યારે તેઓ આમંત્રણ આપે ત્યારે બહેન માટે આદરણીય’ શબ્દ વાપરે આવું એમનું સૌજન્ય કોને ન ગમે?
અરે, એક વખત મારું બહાર પડનારું પુસ્તક “ઝૂરતી વેદનાઓ વિશે મેં કંઈક લખી આપો એવું કહ્યું ત્યારે વિશ્વકોશ'ના કામમાં અત્યંત વ્યસ્ત હોવા છતાંય સમય કાઢીને પણ ત્રણચાર દિવસમાં જ કંઈક લખીને મને મોકલી આપ્યું ત્યારે મારા મનમાં એક જ વાત ઊભરાઈ આવી – આનું નામ તે સ્વજન. આ ‘સ્વજનનો સંબંધ બાંધવા કે બંધાવવો સહેલો નથી.
શૈક્ષણિક ક્ષેત્રે ફેલોથી શરૂઆત કરીને આજે ગુજરાત યુનિવર્સિટીના આ ફેકલ્ટીના ડીન તરીકેના ઊંચા પદને શોભાવનાર, કેટકેટલીય સંસ્થાઓમાં સભ્ય, સલાહકાર, ટ્રસ્ટી, પ્રમુખ, સ્થાપક તરીકે રહીને અવિરત કાર્યનો વહીવટ કરનાર, સાહિત્યમાં સાહિત્યકાર, સંશોધક, વિવેચક, સંપાદક અને સર્જક તરીકે વિપુલ સાહિત્ય સમાજને આપનાર, લોકજીવનની આપત્તિ
351
પદ્મા ફડિયા