________________
પુરુષાર્થી
સર્જક
મારા પૂજ્ય પિતાશ્રી યુ. એન. મહેતાના ખાસ સ્નેહી-સ્વજન ડૉ. કુમારપાળભાઈની વિશિષ્ટ મુલાકાત ૧૯૮૫માં મારી દીકરી વૈશાલીના આરંગેત્રલના સમારંભમાં થઈ. મુખ્ય મહેમાન તરીકે ગુજરાતી-હિંદી ફિલ્મોનાં સુપ્રસિદ્ધ અભિનેત્રી શ્રી આશા પારેખ આવવાનાં હતાં ત્યારે અતિથિવિશેષ તરીકે કોને બોલાવવા તે વિચારતી હતી ત્યારે પિતાશ્રીએ કહ્યું કે તે સ્થાન માટે ડૉ. કુમારપાળ દેસાઈ સિવાય અન્યનું નામ વિચારાય જ નહીં અને એ સૂચન મેં સહર્ષ સ્વીકારી લીધું. આમ એ પ્રસંગથી અમારી મુલાકાતનો દોર શરૂ થયો, જે આજ સુધી અવિરત ચાલતો રહ્યો છે. જોકે ઘણા સમયથી દૈનિક પેપરોમાં દર અઠવાડિયે આવતી તેમની કૉલમ્સ ઈટ અને ઇમારત', ‘ઝાકળ બન્યું મોતી' વગેરે હું વાંચું છું. તેમાં તેમની એક મૂલ્યનિષ્ઠ પત્રકાર તરીકેની છબી હંમેશાં મારા માનસપટ પર ઊપસેલી હતી, પરંતુ તેઓ એક અદ્વિતીય સાહિત્યકાર છે તેની પ્રતીતિ તો મારા પિતાશ્રીનું જીવનચરિત્ર લખવાનું શરૂ કર્યું ત્યારે થઈ.
આ જીવનચરિત્ર લખવાના નિમિત્તે પાંચથી છ વાર લાંબા સમય સુધી તેમને મળવાનું બન્યું, ત્યારે તેમની સાદગીથી અંજાયા વિના રહેવાયું નહીં. એમને મળવાથી એમનું સાહજિક હાસ્ય જોઈને જ આપણો દિવસ પ્રફુલ્લિત બની જાય. નમ્રતા તો એમની પાસેથી જ આપણે શીખવી પડે. તેમની મુલાકાતોથી
મીનાબહેન મોદી
124.