SearchBrowseAboutContactDonate
Page Preview
Page 551
Loading...
Download File
Download File
Page Text
________________ આધ્યાત્મિક સારસ્વત ૧૯૯૨-૯૪નાં વર્ષોમાં મને દેસાઈસાહેબના આધ્યાત્મિકતા-સભર વ્યક્તિત્વના સાંનિધ્યનો લાભ મળ્યો. પ્રથમ વ્યાખ્યાનથી જ ઈંટ અને ઇમારત'ના સર્જક વ્યક્તિત્વનો પરિચય થવા માંડ્યો. સાહેબ સરસ્વતીચંદ્ર વિશે વાત કરતા હતા. પ્રસંગ હતો – અલક અને નવીનચંદ્રના પરસ્પર મોહનો. સાહેબ વિગતે વાત કરતા હતા. તેમના શબ્દો આજે પણ મને સંભળાઈ રહ્યા છે : “એક દિવસ ઊંઘમાં અચાનક સરસ્વતીચંદ્ર પડખું બદલે છે અને તેનો હાથ અલકના ખભા પર પડ્યો અને તે ધીરે ધીરે તેના વક્ષસ્થળ પર આવી અટક્યો. વનલીલાએ કુમુદને વાત કરી, તેને પારાવાર દુઃખ થયું. સારંગી પર ‘શુભ સ્વર્ગમાં વસવનારી તે ચડી પડી હરશિરે' - એ ગીત ગાઈને તેણે સરસ્વતીચંદ્રના આત્માને ઢંઢોળ્યો. સરસ્વતીચંદ્ર જાગ્યો અને કહે છે : “અલકબહેન, હું તમારો ભાઈ થાઉ હોં.” – વિદ્યાર્થીઓના નૈતિક જીવનઘડતરની જાણે પ્રથમ ઇંટ મુકાતી હોય તેવો આફ્લાદકારી અનુભવ હતો એ ! આવા નિર્મળ હૃદયના અને નિખાલસ સ્વભાવના દેસાઈસાહેબનો સંગ જીવનવાટમાં નિરંતર પ્રકાશ પાથરી રહ્યો છે. જ્ઞાની હોવું અને કરુણાવાન હોવું અશક્ય નહીં તો મુશ્કેલ જરૂર છે. કરુણા વગરની પ્રજ્ઞા ક્યારેય પ્રજાળનારી હોઈ શકે. કરૂણાવાન પ્રજ્ઞા હોય તો જ વિદ્યાર્થીનું જીવનઘડતર શક્ય બને. દેસાઈસાહેબના વ્યક્તિત્વમાં મેં સાચા અર્થમાં આવું ઋષિપણું અનુભવ્યું છે. એમ.એ. ભાગ-૨માં અમારે દીપક પંડચા
SR No.032363
Book TitleShabda Ane Shrut
Original Sutra AuthorN/A
AuthorPravin Darji, Balwant Jani
PublisherVidyavikas Trust
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy