SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ કરવામાં આવી. આમાં પ્રથમ શ્રી કુમારપાળ દેસાઈની પસંદગી થઈ. એ પછી જુદાં જુદાં શહેરોની સાઠ જેટલી જેસીસ સંસ્થાઓમાંથી આવેલા ૧૭૦ જેટલા પ્રતિભાશાળી યુવકોની સ્પર્ધામાંથી દસ યુવકો પસંદ કરાયા. આમાં વિખ્યાત ક્રિકેટર સુનિલ ગવાસ્કર, પત્રકાર વિક્રમ વોરા અને ગુજરાતમાંથી કુમારપાળ દેસાઈની પસંદગી થઈ. રાષ્ટ્રીય પસંદગી પામનારા તેઓ એકમાત્ર ગુજરાતી યુવાન હતા. આ પછી રામાયણ વિશે લખવાનો પ્રારંભ કર્યો. ગુજરાતના વિખ્યાત ચિત્રકાર રજની વ્યાસના સહયોગથી પરાક્રમી રામ', સીતાહરણ', “રામ વનવાસ' અને “વીર હનુમાન” જેવા ચાર ભાગોની રચના કરી. પશુઓનો પરિચય આપતી ત્રણ રંગીન પુસ્તિકાઓ પ્રગટ કરી. આ સિવાય બાલભારતી શ્રેણીમાં વીર રામમૂર્તિ નામની ચરિત્રાત્મક પુસ્તિકાની રચના કરી, જેમાં એક દમિયલ બાળકમાંથી રામમૂર્તિ ઇચ્છાશક્તિના બળે કેવા બળવાન બન્યા એની રોમાંચક કથા આપી. આવી જ રીતે ભારતના મહાન ક્રિકેટર “સી. કે. નાયડુ વિશે એક બીજી પુસ્તિકા લખી તેમાં સી. કે. નાયડુની શાનદાર રમત ઉપરાંત એમના રસપ્રદ જીવન-પ્રસંગો આલેખ્યા. શ્રી કુમારપાળ દેસાઈએ ચિત્રકાર શિવના સહયોગથી ભીમ' વિશેની પુસ્તિકા લખી. તેમાં બાળકોને ગમે તેવી રસળતી શૈલીમાં ભીમના પાત્રને આબેહૂબ ઉપસાવ્યું. ગુજરાત સરકાર દ્વારા ૧ થી ૪ ધોરણનાં પાઠ્યપુસ્તકો પ્રકાશિત કરવામાં આવ્યાં હતાં તે તમામ પાઠ્યપુસ્તકોમાં એક સંપાદક તરીકે કુમારપાળે કામગીરી બજાવી. આ ઉપરાંત ઘણાં પાઠ્યપુસ્તકોમાં એમના લેખો પ્રગટ થયા છે. “બુલબુલ’ અને ‘રમકડું જેવાં સામયિકોમાં એમની વાર્તાઓ અવારનવાર પ્રગટ થતી રહી. ઈ. સ. ૧૯૯૨માં પ્રકાશિત થયેલ લોખંડી દાદાજી એ સ્વીડનના ૬૬ વર્ષના ગુસ્સાવે હજાર માઈલ લાંબી સાઇકલ સ્પર્ધામાં ભાગ લઈને મેળવેલા વિજયની રસપ્રદ કથા છે. પાંચ દિવસ અને પાંચ કલાક સાઇકલ ચલાવીને એક હજાર માઈલનું અંતર કાપીને ગુસ્ટાવે વિજય મેળવ્યો. ગુસ્ટાવ પછીનો સૌથી આગળનો એમનો હરીફ એમનાથી પૂરો એક દિવસ પાછળ રહ્યો. સ્વીડન દેશના લોખંડી દાદાજી તરીકે જાણીતા થયેલા ગુસ્ટાવની પ્રેરક કથા છે. ઈ. સ. ૧૯૯૩માં તેમનાં ચાર પુસ્તકો પ્રગટ થયાં જેમાં વાતોના વાળમાં ૧૩ જેટલી કહેવતકથાઓ આલેખી છે. બાળકોને કહેવતની કથા આપીને અને એની સાથે કોઈ સારો વિચાર જોડીને આ કથાઓ આલેખવામાં આવી છે. આ જ વર્ષે પ્રગટ થયેલી કથરોટમાં ગંગામાં જુદી જુદી કહેવતોની પાછળ રહેલી કથાઓનું બાળભોગ્ય નિરૂપણ છે. સત્તર જેટલી કહેવતકથાઓ ચિત્રકાર જય પંચોલીનાં ચિત્રો સાથે આમાં આલેખાઈ છે. ‘ઢોલ વાગે ઢમાઢમમાં કાણીદાસની દુષ્ટ યુક્તિને વિફળ બનાવતા હસતારામની કથા છે. s6 બાળસાહિત્યના સર્જક
SR No.032363
Book TitleShabda Ane Shrut
Original Sutra AuthorN/A
AuthorPravin Darji, Balwant Jani
PublisherVidyavikas Trust
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy