SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાત સમાચારની રવિવારની પૂર્તિના સંપાદનની જવાબદારી સંભાળી અને અમારી * નિકટતા નજીક આવી. દર રવિવારની પૂર્તિમાં એમના બે લેખો નિયમિત પ્રગટ તો થાય છે પરંતુ તેઓ અચૂક નિયમિતપણે પહોંચે એની ચીવટ રાખે. લેખનાં પાનાં વ્યવસ્થિત, અક્ષર તો ખાસ વ્યવસ્થિત, લેખ પાછો વ્યવસ્થિત કવરમાં જ, કવર ઉપર પાછું નામ-સરનામું શીર્ષક પણ વ્યવસ્થિત. માનોને ચાલીસ વર્ષથી આ પ્રક્રિયા અતૂટપણે ચાલતી જ રહી છે. કુમારપાળ અમેરિકા ગયા હોય કે ઇંગ્લેન્ડ કે સિંગાપુર કે મુંબઈ. કદાચ ક્યારેક નાદુરસ્ત તબિયત થઈ હોય, (જોકે સાંભરતું તો નથી કે થઈ હોય, પરંતુ આ તો શરીર છે), પણ લેખ ટેબલ ઉપર એમનો સ્કૂટરસારથિ તુલસીદાસ ભગત મૂકી ગયા જ હોય... કરફ્યુ હોય કે તોફાન હોય કે વરસાદની હેલી હોય પણ એ ક્રમ ક્યારેય અટક્યો નથી. આ તો એમની વ્યાવસાયિક વિશિષ્ટતા થઈ. જેનો હું સાક્ષી છું. બીજી એમની વિશિષ્ટતા એટલે પરગજુપણું. બીજાને સહાયક થવું. તેઓ અત્યંત વ્યસ્ત હોવા છતાં કોઈના કામને ના તો નહીં જ પાડવાની (એ કામ ખોટી રીતનું ન હોવું જોઈએ.). ઊલટાનું સામે ચાલીને માંગી લેવાનું. વ્યક્તિ વ્યસ્ત હોય છતાં એનામાં આ ગુણ હોય એવું નથી બનતું, પણ કુમારપાળમાં એ છે, પછી એ કામ પોતાના કે બીજાના છપાતા પુસ્તકનાં પ્રફ તપાસવા જેવું હોય કે પછી બીજા કોઈ પરીક્ષકે જોયેલા પેપરમાં માંડેલા માર્કનો સરવાળો ટાંકીને એ પેપરોને યોગ્ય સ્થળે પહોંચાડવાનાં હોય! કેવાં નાનામાં નાનાં અને એમ જુઓ તો બિન-મહત્ત્વનાં કામ કહેવાય છતાં સામે ચાલીને માગી લેવાનું (આપનારને પણ શરમ આવે એવાં આ કામ કહેવાય), મંગાવી લેવાનું અને પાછું યોગ્ય સ્થળે પહોંચતું કરવાનું ! ત્રીજી વિશિષ્ટતા – ઉપાડેલી જવાબદારીનું ડિમડિમ કર્યા વિના પૂર્ણપણે પાલન કરવું. બહુ ઓછા જાણતા હશે કે ગુજરાતી વિશ્વકોશ જેવું એવરેસ્ટ ચઢવા જેવા મહાન કામ પાછળ કુમારપાળના સ્વભાવગત બની ગયેલાં મહેનત, ખંત, ધગશ અને ચીવટ છે. વયોવૃદ્ધ પ્રાધ્યાપક અને પ્રિન્સિપાલ તથા કુમારપાળના પિતાશ્રીના મિત્ર ડૉ. ધીરુભાઈ ઠાકર એ જ્ઞાનની નર્મદાને ગુજરાતમાં ફેલાવનાર ભગીરથ છે જેમની પાછળ કુમારપાળ ઊભા છે. ગુજરાતી વિશ્વકોશના ૧૮ ગ્રંથ થયા છે અને બીજાં ૧૦ પુસ્તકો જુદા જુદા વિષયોને લગતાં થયાં છે તથા વિશ્વવિહાર' નામનું એક સામયિક પણ પ્રગટ થાય છે. આ ભગીરથ કાર્ય જ્યારે શરૂ કરવામાં આવ્યું ત્યારે ગુજરાતના ‘જ્ઞાનીઓ, સાહિત્યકારો, પ્રોફેસરો હસતા હતા. કેટલાક વળી આશાવાદી હતા એ માનતા હતા કે બહુ બહુ તો બેચાર ગ્રંથ કરશે ત્યાં તો હાંફી જવાના. પણ 302 વિરલ વિશિષ્ટતાઓ
SR No.032363
Book TitleShabda Ane Shrut
Original Sutra AuthorN/A
AuthorPravin Darji, Balwant Jani
PublisherVidyavikas Trust
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy