________________
પુત્રવત્ મિત્રા
ભાઈ કુમારપાળ સાથે મારો વર્ષોનો સંબંધ છે. એમના પિતાશ્રી જયભિખ્ખની ૧૯૬૮માં મુંબઈમાં ષષ્ટિપૂર્તિ ઊજવવામાં આવી હતી. એ સમયે મુંબઈમાં મહાવીર જૈન વિદ્યાલયના મહામાત્ર શ્રી કાંતિલાલ કોરા એનું સંયોજન કરતા હતા. મુંબઈના રોક્સી થિયેટરમાં એ ષષ્ટિપૂર્તિ સમારંભ યોજાયો, જેમાં હું અતિથિવિશેષપદે હતો. - એક અર્થમાં કહું તો એ સમયે કુમારપાળને એક ઊગતા યુવાન તરીકે જોયા અને એ પછી આજ સુધીનાં ૩૬ વર્ષ દરમ્યાન કુમારપાળનો અનેક રીતે અનુભવ થયો.
મને સહુથી વધુ સ્પર્શી ગઈ એવી બાબત હોય તો એ એમની ચોકસાઈ છે. એ પ્રવચન આપવા ઊભા થાય અને એમને જેટલી મિનિટ બોલવાનું કહ્યું હોય, બરાબર એટલી જ મિનિટે એમનું વક્તવ્ય પૂર્ણ થાય.
બીજી વાત છે એમની નમ્રતાની અને ખ્યાલ પણ ન આવે કે આટલી બધી વિદ્વત્તા અને આટલા બધા માન-સન્માનવાળી વ્યક્તિ આટલી નમ્ર કઈ રીતે હશે. આનું કારણ એમનામાં રહેલા માતાના સંસ્કારો છે.
મને જ્યારે જાણ થઈ કે એમનાં માતુશ્રી જયાબહેન ખૂબ બીમાર છે ત્યારે હું મુંબઈથી અમદાવાદ આવીને કુમારપાળને ઘેર ગયો હતો અને એ દિવસે માતાની સેવાનું જે વાતાવરણ જોયું હતું તે હજુ ભૂલ્યો નથી. તેઓ અને તેમનો આખો પરિવાર બીમાર માતાની સેવામાં ડૂબી ગયો હતો. એ પછી
163
દીપચંદભાઈ ગાર્ડી