SearchBrowseAboutContactDonate
Page Preview
Page 535
Loading...
Download File
Download File
Page Text
________________ શકાશે તેમ લાગ્યું. સૌપ્રથમ એક જાહેર કાર્યક્રમમાં તેમનાં દૂરથી દર્શન થયાં અને ખુશ થઈ ઊઠ્યો. વર્ષો જૂનું સ્વપ્ન સાકાર થયું હોય તેમ લાગ્યું. તેમની વાણી સાંભળીને વિશેષ પ્રભાવિત થયો. હવે તેમની નજીક જવું કઈ રીતે ? અનેક તુક્કાઓના ઘોડાઓ દોડવા લાગ્યા હતા. ગુજરાત સમાચારમાં યુવાનોને પ્રેરણા આપતી તેમની કૉલમ વાંચી-વાંચીને મને પણ યુવાનો વિશે કંઈક લખવાની, મનની આગ પ્રગટ કરવાની, નવી પેઢીના પ્રશ્નો રજૂ કરવાની ઇચ્છા થઈ આવી અને ડૉ. ચન્દ્રકાન્તભાઈ મહેતાની કૉલમ– “કૉલેજની હવામાં માં મને સ્થાન મળતાં મારી કલમને હવા મળી! પણ શ્રી દેસાઈસાહેબની નજીક જવા માટેની કોઈ સફળ યોજના બની ન હતી! અમદાવાદ આવીને એલએલ.બી.નો અભ્યાસ કર્યો, જેથી યુવાવર્ગના પ્રશ્નો-મુશ્કેલીઓને વધુ વાચા આપી શક્યો. લખવાનો અને મુલાકાતો લેવાનો શોખ હોઈ ડૉ. ચન્દ્રકાન્તભાઈ મહેતાએ મને પત્રકારત્વનો અભ્યાસ કરવા જણાવ્યું. આ વિચારથી જ હું ચમક્યો અને તરત જ તેનો અમલ કર્યો કારણ કે શ્રી કુમારપાળભાઈ દેસાઈ અહીં પત્રકારત્વ ભણાવતા હતા. એકમાત્ર તેમના શિષ્ય થવાના ઉદ્દેશથી પત્રકારત્વના અભ્યાસમાં જોડાયો. એક શિક્ષક તરીકે તેમની અમીટ છાપ આજે પણ મારા મનમાં સંગ્રહાયેલી છે. વિષયોનું ઊંડાણ, વિષયોની છણાવટ, વિષયને અનુરૂપ અનેક ઉદાહરણો, વિદ્યાર્થીના અભ્યાસ ઉપરાંત અંગત જીવનમાં પણ એટલો જ રસ, તેને સતત મદદ કરવાની, હોશિયાર બનાવવાની તત્પરતાએ મને તો પ્રભાવિત કરી દીધો પણ સાથોસાથ શ્રેષ્ઠ લેખનની વિવિધ કળાઓ શીખવીને તેમનો પ્રિય શિષ્ય પણ બનાવી દીધો. તેમણે મને રમતગમત, ચિંતન અને પ્રેરણાત્મક લેખનની શૈલી શીખવી. લેખન સાથે આદર્શ જીવન કઈ રીતે જીવી શકાય તે કલા પણ તેમના જીવનમાંથી શીખવી. તેઓ માત્ર અભ્યાસકીય ગુર ન રહેતાં જીવનદર્શનના પણ દાર્શનિક અને માર્ગદર્શક રહ્યા છે. ગુરુ તરીકે તો તેમને સો સો સલામો છે. આજીવન તેમનો હું ઋણી છું. મારી કારકિર્દીના ઘડતરમાં તેમનો સિંહફાળો રહ્યો છે. આજે રમતગમત ક્ષેત્રે જે કંઈ નવેક જેટલાં પુસ્તકો અને હજારેક લેખો લખ્યાં છે, મુલાકાતો લીધી છે તે બધાંનો યશ ડૉ. કુમારપાળ સાહેબને જાય છે. સાવરકુંડલા-ગઢડાથી જ્યારે અમદાવાદ આવ્યો ત્યારે એક કાચા હીરા જેવો હતો. લેખનક્ષેત્રે પા-પા પગલીઓ પાડતો હતો. તેમાંથી દોડતો કરવાનું ઉત્કૃષ્ટ કાર્ય શ્રી કુમારપાળ દેસાઈસાહેબે કર્યું છે. અહીં-તહીં વેરાયેલાં ફૂલોને માળી એકત્રિત કરીને સુંદર મજાનો સુગંધીદાર બુક બનાવે છે તેવું જ કંઈક કામ શ્રી દેસાઈસાહેબે મારા જીવનમાં, મારી કારકિર્દીમાં કર્યું છે. રમતગમતમાં મારી સાઇડ લાઇટ' કૉલમમાં ખરી લાઇટ-શાઇનિંગ તો તેમની છે. હું તો માત્ર સાઇડમાં જ છું. રમતગમત અંગે જે કોઈ પુસ્તિકાઓ લખી છે તેમાં તેમની કલા અને 494 માર્ગદર્શક અને જીવનદર્શક પ્રેરણામૂર્તિ
SR No.032363
Book TitleShabda Ane Shrut
Original Sutra AuthorN/A
AuthorPravin Darji, Balwant Jani
PublisherVidyavikas Trust
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy