________________
આશીર્વાદ છતાં થયા વગર રહેતાં નથી. જર્નાલિઝમમાં ગોલ્ડમેડલ મળ્યો અને પત્રકારત્વ ક્ષેત્રે મારી પ્રગતિમાં તેઓ પ્રેરણારૂપ બન્યા છે.
આમ, ડૉ. કુમારપાળ દેસાઈ માત્ર સાહિત્યકાર, શિક્ષણકાર, પત્રકાર કે વિચારક નથી પરંતુ અનેકવિધ કલા-કૌશલ્ય ધરાવતા કલાકાર છે. અનેક વિદ્યાર્થીઓના તેઓ માત્ર અભ્યાસકીય માર્ગદર્શક રહ્યા નથી પણ જીવનનાં અનેક ક્ષેત્રે તેમણે માર્ગદર્શન અને મદદ આપેલ છે. મને જ્યારે પણ રમતગમત ક્ષેત્રે માહિતી કે કોઈ આંકડાકીય વિગત જોઈતાં હોય ત્યારે તેઓએ સહર્ષ મદદ કરેલ છે. તેઓ રમતગમત ક્ષેત્રે તો હરતીફરતી લાઇબ્રેરી જ ગણાય ! બધી જ ઘટનાઓ અને બધા જ રોમાંચક પ્રસંગો તેમને કંઠસ્થ જ હોય! જ્યારે પણ ઇચ્છો ત્યારે તમે તેમનું માર્ગદર્શન લઈ શકો છો, ક્યારેય નિરાશા સાંપડતી નથી.
બાળવાર્તાઓથી શરૂ કરીને ફિલોસોફી જેવા ગહન અને પ્રગાઢ વિષયો સુધીની સફળ સાહિત્યની યાત્રા કરનાર ડૉ. કુમારપાળ દેસાઈ માત્ર ગુજરાતનું ગૌરવ નહિ પણ આપણા સૌના ગોરવ સમા આત્મીય અને લોકપ્રિય મહાનુભાવ છે. તેમના સંપર્કમાં આવનાર તમામ વ્યક્તિને એમ જ થાય કે – તેઓ આપણા જ છે. ભારતના પૂર્વ વડાપ્રધાન વાજપેયીએ તો થોડા સમય અગાઉ જ કહ્યું કે “દિલ જીતો', પણ શ્રી કુમારપાળ દેસાઈ તો વર્ષોથી લોકોના દિલ જીતીને તેમના હૃદયમાં આગવું સ્થાન પામેલ મહાન વ્યક્તિ છે. સફળતા અને લોકપ્રિયતાનાં શિખરો સર કરનાર શ્રી કુમારપાળ દેસાઈ પ્રેમાળ અને પ્રસન્નચિત્ત વ્યક્તિ છે. એમના વિરાટ વ્યક્તિત્વ તરફ આદર પ્રગટ કરું, એમના ગહન જ્ઞાન માટે નમન કરું ? શું કરું? હું તો બંને કરીશ.
495 પ્રદીપ ત્રિવેદી