SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન અને અર્વાચીનને જોડતો. સમર્થ સંત હઝલિટની અંગ્રેજી પંક્તિઓનું સ્મરણ થાય 89: ‘Men of genious do not excel in any profession because they labour in it, but they labour in it because they excel.' ularulaulu 4 Grizul sls પણ કાર્યમાં એટલા માટે શ્રેષ્ઠ નથી ઠરતી કે તેઓ પરિશ્રમ કરે છે, પરંતુ તેઓ તેમાં શ્રમરત રહે છે, કારણ કે તેમાં તેઓ ઉત્કૃષ્ટ હોય છે. ઉત્કૃષ્ટતા એટલે આજીવન સાધનાનો પુરસ્કાર, એનું વળતર જીવનની મૂલ્યવાન ક્ષણો ખર્ચાને પ્રાપ્ત થાય. ઉત્કૃષ્ટતા સસ્તામાં પતે એવો સોદો નથી! ડૉ. કુમારપાળ દેસાઈ એટલે પ્રબળ પુરુષાર્થવાદી. જીવન પાસે એમણે કશાયની યાચના નથી કરી. સતત સંઘર્ષો, આંધીઓ અને કસોટીઓ વચ્ચે અણનમ રહીને જીવનદેવતાને ઉચિત વરદાન પ્રાપ્ત કરવાની એમણે ફરજ પાડી છે. તપવું અને ખપવું એ એમને સ્વાભિમાની અને અણીશુદ્ધ સ્વાવલંબી પિતા સ્વ. જયભિખુ તરફથી વારસામાં મળેલા ઉદાત્ત સંસ્કાર છે. યોગવાશિષ્ઠીમાં કહ્યું છે તેમ, જેમનું વૃત્તાંત સાંભળીને તથા જેનું સ્મરણ કરીને લોકોને આનંદની અનુભૂતિ થાય એનું જીવન સાર્થક અને શોભાસ્પદ ડૉ. કુમારપાળ દેસાઈનું વ્યક્તિત્વ એમના સ્મરણમાત્રથી પુલકિત કરી દે એવું શીતળ, આફ્લાદક અને પ્રસન્નતા પ્રદાયક જીવનની નાનીમોટી ટેકરીઓ ઓળંગતો, ડુંગરોને પડકારતો અને સર્વોચ્ચ શિખરો ભણી દૃષ્ટિ રાખતો કર્મવીર ક્યારેય ચંદ્રકાન્ત મહેંતા 100
SR No.032363
Book TitleShabda Ane Shrut
Original Sutra AuthorN/A
AuthorPravin Darji, Balwant Jani
PublisherVidyavikas Trust
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy