SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનકથા કુમારભાઈએ લખી. ભુલાઈ ગયેલા એ શ્રેષ્ઠીવર્યની જીવનકથા માટે આધારભૂત વિસ્તૃત સાચી માહિતી મેળવવા કુમારભાઈ જાતે આફ્રિકા ગયા હતા, એ પ્રદેશોમાં જાતે ફર્યા હતા અને કેટલાય માણસોને મળ્યા હતા. ૧૮૯૩માં અમેરિકા અને ઇંગ્લૅન્ડ જઈને ધર્મ પર કુલ ૫૩૫ વ્યાખ્યાનો આપનાર વીરચંદ ગાંધી પર એમણે વર્લ્ડ પાર્લામેન્ટ ઑફ રિલિજન્સમાં મનનીય વક્તવ્ય આપ્યું. ઇતિહાસના પ્રવાહમાં ભુલાઈ ગયેલા કે વણનોંધાયેલા મહાન માણસોનો ફરી એક વાર તેઓ પ્રજાને પરિચય કરાવે છે. છ ચોપડીનો અભ્યાસ કરનાર અને ૧૩૧ ગ્રંથ રચનાર આચાર્ય બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજ અને કરુણાના સાગર સમા કૈલાસસાગર મહારાજનાં જીવનચરિત્રો તેમણે લખ્યાં છે. તેઓ આફ્રિકા ગયા ત્યારે નાઇરોબીની ઝૂંપડપટ્ટી જ્યાં ૬૦% એઇડ્ઝના દર્દીઓ છે ત્યાં ગયા હતા. રોગ અને દરિદ્રતામાં સબડતા ત્યાંના લોકો પર એક નવલકથા લખવાનું તેઓ વિચારે છે. “ક્યાંથી મળ્યું આવું અનુકંપાશીલ હૈયું ?” “મારી માતાની દેન છે.’” કુમારપાળભાઈએ માતાની સ્મૃતિમાં અનુકંપા ટ્રસ્ટ કર્યું છે જે ગરીબોને સહાય કરે છે. પિતાની સ્મૃતિમાં તેઓ જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ’ ચલાવે છે જે પુસ્તકપ્રકાશન ઉપરાંત અશક્ત, વૃદ્ધ, અપંગ લેખકોને આવશ્યક સહાય પહોંચાડે છે. સંસ્થાઓની સ્થાપના અને વહીવટ માટેનાં અજબ સૂઝ, શક્તિ અને ઉત્સાહ એમનામાં છે, જે કારભારી દાદાનો વારસો હશે ? એમના દાદા વરસોડાના કારભારી હતા. અનેકવિધ પ્રવૃત્તિઓ વચ્ચેય કુમારપાળભાઈનો ૨મતનો શોખ જળવાઈ રહ્યો છે : ૧૯૬૨થી એ સ્પૉર્ટ્સની કૉલમ લખે છે. એમની પુસ્તિકા ‘હાઉ ટુ પ્લે ક્રિકેટ’ની એક લાખ નકલો વેચાઈ છે. અધ્યયન, અધ્યાપન, ચિંતન, સંશોધન. સંપાદન, લેખન, વિવેચન, અનુવાદ, પ્રવચન, ‘વહીવટ’ – કેટકેટલી પ્રવૃત્તિઓ અને કાર્યક્ષેત્રો છતાં હજી નવા પ્રૉજેક્ટ કરવા તૈયાર. દિવસના તો ચોવીસ કલાક જ છે તો ઊંઘ અને આરામના કેટલા કલાક ?’’ “ઊંઘ તો પૂરી લેવાની. ઉજાગરા કરવાનું નથી શીખ્યો. હા, દિવસ ઊગે પછી એકધારું કામ ચાલે.’’ 318 જાગૃતિ કાર્યમાં પરિણમવી જોઈએ
SR No.032363
Book TitleShabda Ane Shrut
Original Sutra AuthorN/A
AuthorPravin Darji, Balwant Jani
PublisherVidyavikas Trust
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy