________________
સમય ચલાવી હોય તેવું મારા ખ્યાલમાં નથી. આ ઉપરાંત કુમારપાળની એક વિશેષતા છે જૈન ધર્મ અને એના તત્ત્વજ્ઞાનનો એમનો અભ્યાસ. આ અભ્યાસને પરિણામે ભારતમાં એમનાં વ્યાખ્યાનોની ઠેર ઠેર માંગ રહે છે અને એથીય વિશેષ તો વિદેશમાં પણ એમનાં વ્યાખ્યાનો માટે એમને સતત નિમંત્રણ મળતાં રહે છે અને એ રીતે ભારતની બહાર જૈન ધર્મની ભાવનાઓ ફેલાવવામાં એમનો ઘણો મોટો ફાળો છે.
આજે ઈટ અને ઇમારત' કૉલમ ઉપરાંત તેઓ બીજી અન્ય કૉલમો પણ ગુજરાત સમાચારમાં લખે છે. ગુજરાત સમાચાર'ના લેખકને પદ્મશ્રી’નું માન મળ્યું હોય તેવી આ પહેલી ઘટના છે. કુમારપાળ અને એમના પિતાશ્રી સાથે અમારો પારિવારિક સંબંધ રહ્યો છે અને આજે પણ એ પારિવારિક સંબંધ ચાલુ રહ્યો છે. પોતાના પરિવારના એક સભ્યને આવી રાષ્ટ્રીય સિદ્ધિ મળે એથી પરિવારજનોને જે આનંદ થાય તે આનંદ અમે સહુ અનુભવીએ છીએ.
કુમારપાળનાં કેટલાંક પુસ્તકોનું વિમોચન મારા હાથે થયું છે અને તેમાં અંગ્રેજીમાં લખાયેલું ભગવાન મહાવીર સ્વામીનું એક આગવું અને અભુત પુસ્તક છે. શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટના કાર્યક્રમોમાં હું અવારનવાર જાઉં છું અને એના દ્વારા કુમારપાળે જયભિખુની સ્મૃતિને જીવંત રાખી છે તેનો આનંદ અનુભવું છું. ભાઈ કુમારપાળની આ વિકાસયાત્રા સતત ચાલુ રહે એવા અંતરના આશીર્વાદ આપું છું.
42s
શાંતિલાલ શાહ