________________
ઈમારતની
આજથી પચાસ વર્ષ પહેલાં જયભિખ્ખને મેં કહ્યું કે આપણે ગુજરાત સમાચારમાં ઈંટ અને ઇમારત' નામનું કૉલમ ચાલુ કરીએ. “જયભિખ્ખનું મૂળ નામ બાલાભાઈ દેસાઈ હતું અને અમે તેમને બાલાકાકા તરીકે ઓળખતા. જયભિખ્ખનું આ કૉલમ ૧૯૫૪માં શરૂ થયું અને ૧૯૬૯ની ડિસેમ્બરની ૨૪મી તારીખે તેમનું અવસાન થયું ત્યાં સુધી ચાલુ રહ્યું. તેમના અવસાન બાદ એમણે લખેલું એક કૉલમ પ્રગટ થયું હતું.
બાલાકાકાનું અવસાન થતાં મેં કુમારપાળને બોલાવ્યો અને કહ્યું કે મારે આ કૉલમ ચાલુ રાખવું છે અને એની જવાબદારી તારે સ્વીકારવાની છે. આજે એ કૉલમ ચાલી રહ્યું છે અને તેને માટે હું કુમારપાળને જેટલા અભિનંદન આપું એટલા ઓછા છે.
બાલાકાકા એટલે કે “જયભિખુ' સાથે મારો અંગત સબંધ એટલો બધો હતો કે દર બેસતા વર્ષે કોઈ તીર્થસ્થાનમાં ત્રણેક દિવસ અમે સાથે જતા હતા અને જૈન ધર્મની ગોષ્ઠિ કરતા હતા. એમણે ૩૫૦ જેટલાં પુસ્તકો લખ્યાં છે અને ગુજરાતી સાહિત્યની તથા જૈન સમાજની ઘણી મહત્ત્વની સેવા કરી છે. એ સેવાની પરંપરા કુમારપાળે સુંદર રીતે જાળવી છે તેનો મને આનંદ છે. ગુજરાત સમાચાર'નું ઈટ અને ઇમારત' કૉલમ આજે પણ વાચકોની એટલી જ ચાહના મેળવે છે. પિતા અને પુત્ર બંનેએ મળીને કોઈ અખબારની આ પ્રકારની કૉલમ આટલો લાંબો
શાંતિલાલ શાહ
424