SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ થોડીક ક્ષણોનો હિસાબ કરવાને પોતાનું કોઈ ઘર નથી. અવધૂ યોગીરાજ આનંદઘનજી વિશે કુમારપાળ દેસાઈ શોધનિબંધ લખે છે એવું આશરે એંસીના દાયકામાં જાણવા મળેલું. આનંદઘનજીનાં પદો મારા પિતા આંખમાં ચોધાર અશ્રુ સાથે વિસનગરના કલ્યાણ પાર્શ્વનાથ દેરાસરમાં ગાતા. આનંદઘનજી જેવી ભીતરની ભીંજાયેલી ચેતના વિશે કામ કરનાર વ્યક્તિ જાણે-અજાણે પણ આતમ-ગાંઠડી' સાથે નિસબત રાખતી હોવી જ જોઈએ – આ એમને જોયા કે મળ્યા પહેલાંનું સભર સ્મરણ ! આશરે એ પછીનાં વર્ષોમાં વિસનગર સ્થિત પારેખ વલ્લભરાય હેમચંદ પુસ્તકાલયમાં અમે એમને એક વક્તા તરીકે બોલાવેલા. સમાઈ શકે તેટલા વિસનગર પુસ્તકાલયના શતાબ્દી ખંડમાં પ્રગટ સ્વરૂપે હાજર. દેસાઈ અટકધારી કુમારપાળે નાનામોટા દરેક વયજૂથના, જુદા જુદા દૃષ્ટિકોણવાળા બધા લોકો માટે સમાન રીતે રસપ્રદ બને એમ સમતોલપણે ગુજરાતના સોલંકી યુગ અને સમકાલીન સાહિત્ય અને ઇતિહાસ વિશે કાળજીપૂર્વક વાત કરેલી. સત્ય ઘટનાઓ અને પ્રસંગકથાઓથી “ઈંટ અને ઇમારત' કૉલમના આ લેખકે વર્ષોની બંધ બારીને ઉઘાડી આપી માનવીય સંકેત પ્રગટાવનાર એક વક્તા તરીકેનો રંગ અને આકાર ઊભા કરેલા. એવું આજે હું લખું છું પરંતુ એ સમયના શ્રોતાઓનો આ પ્રમાણિક પ્રતિભાવ હતો. દિનકર ભોજક 285
SR No.032363
Book TitleShabda Ane Shrut
Original Sutra AuthorN/A
AuthorPravin Darji, Balwant Jani
PublisherVidyavikas Trust
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy