________________
ટકાવી ત્યારથી ગુજરાત સમાચારની એ અત્યંત લોકપ્રિય કૉલમ, બહુ મોટો વાચકવર્ગ, તે પણ રસરુચિથી ઘડાયેલો અને વિવિધ સ્તર અને વયજૂથ ધરાવતો. આવી સંસિદ્ધ કૉલમને અનુગામી લેખક તરીકે હાથમાં લેવી તે તો જામેલા સિદ્ધ લેખક માટે પણ બહુ મોટો પડકાર ! બહુધા આવાં આવાન ઉઠાવનાર અસફળ જ થાય છે, થયા છે! પરંતુ કુમારપાળમાં પૂરી દૃષ્ટિ અને સજ્જતા. આથી એ કૉલમ ચાલી એટલું જ નહીં, એક વખત જે જયભિખ્ખ જેવા સજ્જ ને સમર્થનો પર્યાય હતો તે આજ કુમારપાળનો બન્યો !
પછીના ગાળાનો અમારો સંબંધ કેટલાક નિમિત્તે મળવાનો અને કેમ છો, ઠીક છો.નો. પરંતુ કુમારપાળની લેખક તરીકેની બીજી ગતિમાં બે ક્ષેત્રો એવાં, જે મારાં પણ રસ-અભ્યાસનાં. એક અધ્યાત્મ જેમાં ખાસ તો જૈન વિદ્યા અને બીજું મધ્યકાલીન સાહિત્ય. આથી આ ક્ષેત્રનાં કામનો અને સિદ્ધિઓનો મને પ્રત્યક્ષ રૂપમાં પરિચય. એમને અને એમના વિશે વાંચું કે સાંભળું ત્યારે સ્વજનને મળતા સ્વીકારનો આનંદ પણ તેમાં ભળે.
૧૯૭૩ થી ૧૯૮૨ મારે સરકારી કૉલેજની નોકરીને કારણે અમદાવાદ છોડી જામનગર અને સુરેન્દ્રનગર જવું પડ્યું, આથી પ્રત્યક્ષ મિલનનાં નિમિત્તો ઓછાં થયાં. પરંતુ ૧૯૮રથી હું ગુજરાત સાહિત્ય અકાદમીનો મહામાત્ર બન્યો ને તે પછી આજ સુધી મળવાના, કામ કરવાના, વ્યાખ્યાન-પરિસંવાદને નિમિત્તે સાથે સફર કરવાના, ખાસ હેતુની સરકારી કે અન્ય સંસ્થાઓની બેઠકોમાં સાથે કરવાના વિવિધ પ્રસંગો ઊભા થયા. આ નિમિત્તો અને કાર્યો જ એવાં છે કે નિકટ રહેવાનો અને જાણવાનો પૂરો અવકાશ મળે. ને અમારા સંબંધનું એક બીજું પણ નવું સૂત્ર હતું. મારા વાયોલિન-વાદનના ગુરુ મોહિનીબા વિદ્યાલય અને ગાંધર્વ વિદ્યાલયના સંગીતકાર શ્રી પ્રાણલાલભાઈ શાહ, કુમારભાઈ તેમના જમાઈ. આથી પણ કુમારપાળ સ્વજન જેવા જ લાગે !
ડૉ. કુમારપાળ દેસાઈએ પ્રાધ્યાપક, સંશોધક, ધર્મતત્ત્વજ્ઞ, લેખક તરીકે ઘણું સિદ્ધ કર્યું. એ વિશે અનેક દ્વારા અનેક રીતે કહેવાયું ને કહેવાશે. મારે એ વિશે નથી કહેવું. મારે, જાતને જ પૂછીને, ખાતરી કરતા જઈને કહેવાનું છે કુમારપાળ મારી દૃષ્ટિએ શું? મને અભ્યાસી તરીકે મૂળમાં જવું ને જોવું ગમે. અખબારી કૉલમોમાં, એના વિવિધ વિષયોમાં, ગુજરાતી ભાષાના અધ્યયન-અધ્યાપનમાં, જેન વિદ્યાના વિવિધ વિષયોના અભ્યાસમાં અને એને લેખ કે વ્યાખ્યાનમાં સર્વગમ્ય બનાવવામાં, બાલસાહિત્યના લેખનમાં, પત્રકારત્વમાં, પરિષદ અને બીજી સંસ્થાઓમાં, વિશ્વકોશ જેવા અભૂતપૂર્વ સાહસને મૂર્તિમંત અને સફળ કરવામાં, રાજ્યની અને સમાજની વિધવિધ સાહિત્યિક અને સાંસ્કૃતિક સંસ્થાઓની પ્રવૃત્તિઓમાં નિષ્કલંક સફળતા મળી તે શા કારણે એમનામાં શક્તિદષ્ટિ અને પ્રતિભા હોવાને કારણે? – એ બીજામાં પણ હોય છે, પરંતુ
46
હસુ યાજ્ઞિક