________________
અજાણ છે અને ધર્મદર્શનવાળા, સાહિત્યિક પાસાથી અજાણ છે. આપણે એ બધાને કુમારપાળથી સુપરિચિત કરવા છે.” મેં પણ કહ્યું, ‘હા, બરાબર છે. આપણે સમગ્ર કુમારપાળભાઈને ભાવિ પેઢી સમક્ષ મૂકવા છે. કુમારપાળથી પૂરા અભિજ્ઞ ન હોય એમને અભિજ્ઞિત કરવા છે. લેખો મેળવવાનું ગોઠવીએ.”
વિદ્યાવિકાસ ટ્રસ્ટ, નવચેતન અને નવભારત સાહિત્ય મંદિરે ભારે ઉત્સાહથી કામ ઉપાડ્યું. પત્રો મોકલ્યા અને લગભગ એકાદ મહિનામાં તો લેખોનો ઢગલો થયો. આટલી બધી સામગ્રી, આટલો બધો પ્રતિસાદ મળશે એવી અમને મિત્રોને કલ્પના પણ ન હતી. લગભગ એવું કોઈ ન હતું કે જેમણે લેખો ન મોકલ્યા હોય. કુમારપાળભાઈ પરત્વેની પ્રીતિનો પડઘો જબરો પડ્યો. વળી પાછા અમે બધા મિત્રો મળ્યા. પ્રકાશકોએ કહ્યું કે હવે આનું સંપાદન શરૂ કરો. મેં કહ્યું, “એકલાથી તો ક્યાંથી થાય?” મને તરત જ સન્મિત્ર પ્રવીણ દરજી યાદ આવ્યા. ફોન કર્યો. ભારે ઉમળકાથી હા ભણી ને અમારું કામ ચાલ્યું. ગ્રંથનામ નક્કી કર્યું – “શબ્દ અને શ્રુત'. ખૂબ લેખો હતા. વિદ્યાર્થીઓના બાદ કર્યા, તો પણ ખાસ્સા હતા. સગાંસંબંધીના લેખો પણ સામેલ ન કર્યા. અંતે એ સિવાયના શતાધિક લેખો જોવા શરૂ કર્યા. લેખોને આઠ ભાગમાં વિભાજિત કર્યા. કુમારપાળભાઈના તમામ પાસાઓને આવરી લેવાયા અને એકસો ને સાઠ જેટલા વિદ્વાનોનુંસંસ્કારપુરુષોનું અધીત તે આ “શબ્દ અને શ્રુત'.
આ બધામાં દરેક સ્થાને સતત મદદરૂપ થયેલા પ્રવીણ દરજીનું માર્ગદર્શન મારી મોટી મૂડી છે. ઉપરાંત મુકુંદભાઈ, મહેન્દ્રભાઈ અને પ્રિ. આર. એલ. સંઘવીએ પણ આપેલો ઉષ્માભર્યો સહયોગ આ ગ્રંથને આવા સુંદર રૂપે-રંગે પ્રકાશિત કરવામાં કારણભૂત છે.
ભારે મોટા ગજાના ઉદ્યોગપતિઓ, પ્રકાંડ પંડિતો, અગ્રણી લેખકો, તત્ત્વચિંતકો, સમાજ સેવકો, રમતજગતના આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો, વિદેશી મહાનુભાવો અને સાધુ ભગવંતોથી માંડીને વિજ્ઞાનીઓનું સંગમતીર્થ આ શબ્દ અને શ્રુત છે. એકબીજાથી અજાણ્યા કુમારપાળભાઈથી કેટલા અને કેવા જાણીતા છે એનો પરિચય આ ગ્રંથ દ્વારા થશે. આ ગ્રંથ આપણા સમયના નખશિખ સજ્જ અને સજ્જન વિદ્યાપુરુષ-સંસ્કારપુરુષની વ્યક્તિમત્તાનો સુપેરે પરિચય કરાવે છે. ગુજરાતનું ભારતીય સંસ્કારજીવનને જે પ્રદાન છે તે આ કુમારપાળભાઈ છે; એવું સહુ કોઈને લાગે છે.
પ્રથમ ભાગમાં ગુજરાતી સાહિત્યક્ષેત્રે કુમારપાળભાઈનું પ્રદાન ત્રીસ જેટલા ગુજરાતી વિદ્વાનોએ પોતાની રીતે ચીંધી બતાવ્યું છે. એમના સંશોધન, ચરિત્રલેખન અને બાળ સાહિત્યસર્જન જેવા ક્ષેત્રમાં જે કંઈ આગવું પ્રદાન એમણે કર્યું છે એ ભાનુપ્રસાદ પંડ્યા, બળવંત જાની, નીતિન વડગામા, પ્રસાદ બ્રહ્મભટ્ટ, મણિલાલ પટેલ, બહેચરભાઈ પટેલ વગેરેએ વિગતે નિર્દેશ્ય છે. ભોળાભાઈ પટેલે ખૂબ જ વિશદ રીતે ‘શબ્દસમીપ' ગ્રંથ અનુષંગે કુમારપાળ-ભાઈના વ્યક્તિત્વને અને એમાં વસતા વિચારશીલ વિવેચકને મૂલવેલ છે, તો રતિલાલ બોરીસાગર, રઘુવીર ચૌધરી, મધુસૂદન પારેખ, કે. કા. શાસ્ત્રી, ધીરુભાઈ ઠાકર, પ્રવીણ દરજી, વિજય પંડ્યા, સુમન શાહ,
VI