________________
રતિલાલ નાયક, જોરાવરસિંહ જાદવ વગેરેએ એમના સાહિત્યકાર તરીકેના કોઈ ને કોઈ પાસાને કે બહુમુખી વ્યક્તિત્વના કોઈક ને કોઈક પાસાને લેખનો વિષય બનાવીને પોતાનો પ્રતિભાવ પ્રસ્તુત કરેલ છે. લગભગ બધાંને કુમારપાળભાઈના સાહિત્યિક પ્રદાનથી પરિતોષ છે. એ સર્વ લેખોમાંથી કુમારપાળભાઈની એક શીલભદ્ર સારસ્વતની છબી પ્રગટતી જણાય છે.
બીજા વિભાગમાં ધર્મ અને દર્શનક્ષેત્રના છ મહાનુભાવોએ કુમારપાળભાઈના વ્યક્તિત્વના એ પાસાને નિજી રીતે મૂલવ્યું છે. અહીં આચાર્ય પધસાગરસૂરિ, આચાર્ય પ્રદ્યુમ્નવિજયજી, આચાર્ય શીલચંદ્રવિજયજી જેવા સાતેક જેન, મહંત દેવપ્રસાદજી, બ્રહ્માકુમારી સરલાદીદી અને મા સર્વેશ્વરી જેવા ચારેક જૈનેતર સંતોએ એમના લેખોમાં અધ્યાત્મવિદ્યા ક્ષેત્રે પ્રગટેલાં કુમારપાળભાઈનાં તેજ અને તપને પોતાના આશીર્વાદ આપ્યા છે, તો દીપચંદભાઈ ગાર્ડ, શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ, પ્રતાપભાઈ ભોગીલાલ જેવા દશેક શ્રેષ્ઠીઓ અને જૈન સંઘના વિવિધ ફિરકાના મોવડીઓએ કુમારપાળભાઈના ધર્મ-દર્શનને અને તેમના તવિષયક પ્રભાવને ઉપસાવી આપવાનું કાર્ય સુપેરે કર્યું છે.
શ્રાવકવર્ય તપસ્વી સમાન શશીકાંતભાઈ મહેતા, વસંતભાઈ ખોખાણી, પ્રવીણભાઈ મણિયાર, કુમારપાળ વી. શાહ, ગુણવંત બરવાળિયા વગેરેના લેખો પણ કુમારપાળભાઈના ધર્મમૂલક વ્યક્તિત્વને અને એમાંથી પ્રગટતા ભારતીય રૂ૫ તરફ અંગુલિનિર્દેશ કરે છે. કુમારપાળભાઈની વ્યાપક ધર્મભાવના, ધર્મસમજણ અને ધર્મમર્મની અભિજ્ઞતાનો પૂરો પરિચય એ લેખોમાંથી થઈ રહે છે. સાહિત્યકાર કુમારપાળમાં ધર્મતત્ત્વનો એક બીજો છેડો પણ કેટલો સમૃદ્ધ છે તેનો પરિચય કરાવતા આ લેખો સ્વયં ગ્રંથની ગરિમા બની રહે છે.
ત્રીજો વિભાગ કુમારપાળભાઈના બહુપરિમાણી વ્યક્તિત્વનો પરિચય કરાવતા અડતાળીસ લેખોનો છે. અહીં એમની નિકટમાં આવીને એમના વ્યક્તિત્વના કોઈ ને કોઈ પાસાથી પ્રભાવિત થયા તેની વિગતો મળે છે. એ નિમિત્તે કુમારપાળના વ્યક્તિત્વના વિવિધ પાસાઓથી પરિચિત થવાય છે. અહીં કે. લાલ અને શાહબુદ્દીન રાઠોડ જેવાથી માંડીને બી. જે. દીવાન અને મફતકાકા જેવા મહાનુભાવો છે તો પ્રેમપુરી આશ્રમના નટવરભાઈ દેસાઈ અને મદનમોહન વૈષ્ણવ તથા ડૉ. શેખરચંદ્ર જેને પણ છે. ઉપરાંત તખ્તસિંહ પરમાર, વિનોદ અધ્વર્યુ, રજનીકુમાર પંડ્યા, પન્નાલાલ શાહ, ગુલાબ દેઢિયા, વિજય શાસ્ત્રી, પદ્મા ફડિયા અને મુકુંદભાઈ શાહ જેવા ઘણા બધા સાહિત્યકારો પણ છે. કુમારપાળભાઈના મેઘધનુષી વ્યક્તિત્વની અનેક લકીરો અહીં ઝળહળી રહે છે.
આ અડતાળીસ મુરબ્બીઓ, મિત્રોએ કુમારપાળની નિકટ હોવાના કારણે વ્યક્તિત્વની જે સુવાસ અનુભવી એ સુગંધિત સુવાસની ફોરમ આપણા સુધી પહોંચાડી છે. એમ આ બધા અત્તરિયાઓએ સંઘરી રાખેલી કુમારપાળ વિશેની સુવાસ હવે સામાજિક સહિયારી સંપદા બને છે. જે આપણને એમના માનવીય, સૌજન્યપૂર્ણ અને પરમશ્રદ્ધેય વ્યક્તિમત્તાના ગુણોનો સુંદર પરિચય
VII