________________
કરાવે છે. મૈત્રીભાવનું પવિત્ર ઝરણું કુમારપાળમાંથી અવિરત વહેતું આવ્યું છે, જેણે આ બધા મિત્રોને ભારે ભીંજવ્યા છે, એ ભીનાશ અહીં એમના લેખોમાંથી આપણને પણ અનુભવાય છે. કહો કે આપણે પણ ભીના થઈએ છીએ. આપણને કુમારપાળના આવા વ્યક્તિત્વના શીકરોથી આર્ટ બનાવનારા આ વિભાગના લેખોનું પણ અદકેરું મૂલ્ય છે.
ચોથો વિભાગ રમતજગત વિશેના અર્પણનો છે. અહીં આ વિષયના એમના અર્પણનો પરિચય કરાવનારા આઠ લેખો પ્રાપ્ત થયા છે. એમાં સુરેશ સરૈયા, ધીરજ પરસાણા, અરુણ શ્રોફ, જગદીશ બિનીવાલે, સુધીર તલાટી જેવા રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય ખ્યાત મહાનુભાવોની સંગત પ્રાપ્ત થઈ છે. એમની સંગતથી કુમારપાળભાઈની રમતસમીક્ષા કેવી શ્રદ્ધેય, અભ્યાસપૂત, માહિતીપ્રદ અને તુલનાત્મક હોય છે એનો પરિચય પ્રાપ્ત થાય છે. તેઓ આપણી ભાષાના પણ રાષ્ટ્રીય કક્ષાના રમતસમીક્ષક છે. આપણે ત્યાં ફિલ્મ સમીક્ષા અને રમતસમીક્ષા ક્ષેત્રે બહુ ઓછા જાણકારો ક્રિયાશીલ છે. કુમારપાળભાઈએ આ ઓછું જાણીતું અને ખૂબ મહેનત માગી લે તેવું ક્ષેત્ર પકડીને પોતાના વ્યક્તિત્વનો એક નિરાળો કહી શકાય તેવો રંગ પ્રકટ કર્યો છે. તેમની આ સમીક્ષાઓનું તત્કાલીન મૂલ્ય તો રહ્યું છે જ, સાથે એટલું જ એનું ઐતિહાસિક મૂલ્ય પણ રહ્યું છે. અહીં આ વિભાગના લેખો એ દિશામાં પ્રથમ પગલું પાડે છે. આપણે ત્યાં રમતજગતની સમીક્ષાની સમીક્ષા તો ભાગ્યે જ થઈ છે.
પાંચમો વિભાગ સાહિત્યિક પત્રકારત્વક્ષેત્રના એમના પ્રદાનનો છે. આપણે ત્યાં સાહિત્યિક પત્રકારત્વમાં ખૂબ ખેડાણ થયું છે પણ એમાં દરેક પોતાના કોઈ ને કોઈ એક પાસાથી પ્રદાન કરતા હોય છે. કોઈ નિબંધ દ્વારા કોઈ સાહિત્યિક સમીક્ષા દ્વારા, કોઈ પ્રવાસવૃત્ત કે અંગત અનુભવવૃત્ત દ્વારા, કોઈ ધર્મદર્શન અને વિચારપ્રધાન ચિંતનલેખ દ્વારા, મૂલ્યનિષ્ઠ અને સંસ્કારમૂલક બોધાત્મક લેખ દ્વારા–પણ આ બધા પ્રકારની વિવિધતાપૂર્ણ સામગ્રીનો રસથાળ કોઈ એક પાસે હોય તો એ છે માત્ર અને માત્ર કુમારપાળ દેસાઈ. એમના આ વૈવિધ્યપૂર્ણ એવા સાહિત્યિક પત્રકારત્વ-પ્રદાનનો અને પત્રકારત્વ-વિષયકસૈદ્ધાત્તિક આલોચનાત્મક ગ્રંથોનું કાર્ય મારી દૃષ્ટિએ પત્રકારત્વ-જગતક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન છે. કુમારપાળભાઈના આ વિશિષ્ટ પાસાનું દર્શન અહીં શાંતિલાલ શાહ, યાસિન દલાલ, બળવંતભાઈ શાહ, અને ચંદ્રકાન્તભાઈ જેવા મિત્રોએ પૂરા અભ્યાસ સાથે મૂલવ્યું છે. એમનું પત્રકારત્વક્ષેત્રે પ્રદાન એ પણ ગુજરાતી સાહિત્યની એક મોટી સિદ્ધિ તરીકે હંમેશાં યાદ રહેશે.
છઠ્ઠો વિભાગ એમની વિવિધ સંસ્થાઓનાં સંકલન-સંચાલન અને સંવર્ધનજન્ય કામગીરીના મૂલ્યાંકનનો છે. એમાં પણ આ ક્ષેત્રે જેમનું પાયાનું પ્રદાન રહ્યું છે એવા મહાનુભાવો રતિલાલ ચંદરયા અને નેમુ ચંદરયા તથા બી. એમ. મૂળે, વિનોદચંદ્ર ત્રિવેદી, હસુ યાજ્ઞિક વગેરેએ તે વિશે લખ્યું છે. એમના તંત્રવાહક તરીકેના કાર્યમાં કેવી મૂલ્યનિષ્ઠા, સેવા અને સમર્પણભાવના પડી છે તેનો પરિચય આ લેખો કરાવે છે. ગુજરાતમાં અનિવાર્ય એવું એમના દ્વારા કેવું ઉત્તમ
VII